Watch “વાવાઝોડામાં માધવપુર નેશનલ હાઈવે પર રેતી દૂર કરી નેશનલ હાઈવે સંપૂર્ણ ખુલ્લો કરવાની કામગીરી શરૂ” on YouTube

પોરબંદર જિલ્લો
ઝીરો કેઝયુઆલીટીની નેમ સાથે કરવામાં આવેલી પૂર્વ તૈયારીને લીધે ઝડપથી થઈ રહ્યું છે રિસ્ટોરેશન
વાવાઝોડાના પવનથી માધવપુરના નેશનલ હાઈવે પર ઉડીને આવેલી રેતી દૂર કરી નેશનલ હાઈવે સંપૂર્ણ ખુલ્લો કરવાની યુદ્ધના ધોરણે કામગીરી
૦૦૦
એક કિલોમીટર વિસ્તારમાં દરિયાની રેતીના 6 ઇંચ જેટલું થર જામી જતા બે લોડર અને બે જેસીબીથી ચાલી રહી છે કામગીરી
પોરબંદર જિલ્લામાં દરિયામાંથી પસાર થયેલા બિપરજોય વાવાઝોડાના તીવ્ર તેજ પવનોની લહેરને લીધે રાત્રે દરિયાની રેતી ઉડીને માધવપુર બીચ પાસે નેશનલ હાઇવે પર ઉડીને જામી જતા નેશનલ હાઈવે ઓથેરિટીએ આજે સવારે નેશનલ હાઈવે ખુલ્લો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે વાવાઝોડાની અસર પછી રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ દરિયાઈ પટ્ટી પરના નેશનલ હાઈવે પર આજે સવારે સર્વે કરતા માધવપુર બીચ પાસે હાઈવે પર દરિયાની ઉડીને આવેલી રેતી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે એકાદ કિલોમીટરમાં આ રીતે રેતી ઉડીને આવી હતી અને અંદાજે ૩ થી ૬ ઈંચનું થર જોવા મળ્યું હતું. આ રેતી સાફ કરવા માટે બે લોડર બે જેસીબી ત્રણ ડમ્પર અને એક ટ્રેકટર દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તો ખુલ્લો થઈ ગયો છે. અને વાહન વ્યવહાર પણ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!