સૌપ્રથમ વાર મેડીકલ સહાયતા સાથે હરીદ્વારમાં માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન

દેવાધીદેવ મહાદેવ તથા ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વચનથી શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ હરીદ્વાર માં પરમ આદરણીયશ્રી માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત કથાના આયોજનની સોથી મોટી ખાસિયત એ છે કે તેમાં યાત્રા પ્રારંભ થાસે ત્યારથી યાત્રા વિરામ લેશે ત્યાં સુધી મેડિકલ સહાય ઉપલબ્ધ રહેશે. સોથી વધુ જે અત્યાર ના સમયમાં તકલીફ છે એવી ડાયાબિટીસ તથા બી.પી. ની રેગ્યુલર તપાસ કરી આપવામાં આવશે તથા જરુરી દેખરેખ પણ રાખવામાં આવશે.
પવીત્ર ફાગણ માસમાં પરમ આદરણીયશ્રી માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને આયોજિત આ ભાગવત કથાનો પ્રારંભ તા ૨૨-૦૨-૨૦૨૬ ના રોજ થાસે ને કથા વિરામ તા.૦૧-૦૩-૨૦૨૬ ના રોજ થાસે. સાત દિવસીય ભાગવત ચર્ચા માં ગંગાના કિનારે હરદ્વારમાં કરવામાં આવશે. જે કોઈ સનાતની ભક્તોને ને આ કથામાં જોડાવુ હોય તેઓ ભરતભાઈ ગોસાઈ મોબાઈલ નંબર ૯૮૨૫૯૩૧૧૮૮ પર સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવી શકે છે.
આ આયોજન સંપૂર્ણ જવાબદારી સાથેનું ને પારીવારીક છે.
