માધવપુર ને આંગણે મેડિકલ સાધનો જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરાયા
શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ- લંડન, યુકે ના ઉપક્રમે.
દાતાશ્રી: શ્રીમતી સવિતાબેન અમૃતલાલ કાછેલા પરિવાર (લેસ્ટર – યુ.કે.)
આયોજક : શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર (ગ્રીન ફર્ડ, લંડન યુ.કે.)
વ્યવસ્થાપક : માનવતા પરિવાર, માધવપુર (ઘેડ)*શ્રીમતી સવિતાબેન અમૃતલાલ કાછેલાના ૮૫ માં જન્મદિવસના શુભ પ્રસંગે સ્વ.અમૃતલાલ દેવચંદભાઈ કાછેલા અને પરિવાર તરફથી (લેસ્ટર – યુ.કે.) મેડીકલ સાધનોનો લોકાપર્ણ કાર્યક્રમ*
જેની પ્રવિત્રતા અને સૌંદર્યની ગરીમા ગવાય છે. એવી આ પાવન ભૂમી માધવપુરને આંગણે સેવાનું એક અનેરૂ કાર્ય ઘેડ પંથકની મધ્યમાં આવેલ માધવપુર જેની આસપાસ નાના-નાના અનેક ગામડાઓ આવેલા છે. જયારે કોઈ દર્દીદેવોને મેડીકલ સાધનોની જરૂરીયાત ઉભી થાય છે. ત્યારે વિપરીત પરિસ્થિતી ઉભી થાય છે. હાલના સંજોગોમાં મેડીકલ સાધનો અસહય મોંઘા સાબીત થઈ રહયા છે. જયારે બીમાર વ્યકિત પથારીવશ થાય અથવા હલન-ચલન માટે અસમર્થ બને ત્યારે મેડીકલ સાધનોની જરૂરીયાત ઉભી થાય છે. એક નેક દિલ ઇન્સાન શ્રીમતી સવિતાબેન અમૃતલાલ કાછેલાને પ્રેરણા થઈ કે આવા સાધનો કાયમી ધોરણે મળી રહે તો આ વિટંબણા દૂર થાય તેથી દાતાશ્રીના આર્થીક સહયોગથી ગ્રામજનોને અર્પણ થયેલ સાધનો જેવા કે, ફાઉલર બેડ, સેમી ફાઉલર બેડ, કોમોડ ચેર, વ્હીલચેર, બગલઘોડી, યુરીન ટબ, બેડપાન, વોકર વિગેરે સાધનો વાપરવા માટે આપવામાં આવશે. જેમાં લાભાર્થી એ ડિપોઝિટ ની રકમ ભરવાની રહેશે.
આ સેવાના મનોરથ માં ખાસ ઉપસ્થિત થયેલા રંજુબેન પોપટ (યુકે કોવેન્ટ્રી) નું માધવપુર ના અલગ અલગ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર થી ખાસ ઉપસ્થિત મહેમાનો શ્રી સોની ભાવેશભાઈ રાણીંગા, પોલાભાઈ દાસા, લાલજીભાઈ ભરખડા, વિનોદભાઈ કૌવા (રાજકોટ), મહેન્દ્રભાઈ જોશી, ગોવિંદભાઈ બાલસ, ઓશો આશ્રમ માંથી ઉપસ્થિત વિભાબેન, નરગીસ મેડમ, હેમાબેન, જીવાભાઈ ગળચર, જગદીશભાઈ પુરોહિત, પ્રવીણભાઈ પુરોહિત, જીતુભાઇ વાસણ તથા મહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રાજેશભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અને માનવતા પરિવાર ના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી .
તારીખ : 18/02/2024