પોરબંદર ખાસ જેલમાં યોગ શિબિર નું આયોજન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના અનુસંધાને આયુર્વેદિક હોસ્પિટલ પોરબંદર અને પાયોનિયર ક્લબ પોરબંદર યુથ વીંગ દ્વારા પોરબંદર ખાસ જેલમાં તા.21/06/23 ના રોજ યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોગ શિબિરમાં જેલમાં રહેલ કેદીઓ તથા જેલના સહાયક સ્ટાફ વગેરે શિબિર નો લાભ લીધો હતો.
આ આયોજન માનવતાવાદી અને જેલ અધિક્ષક શ્રી પી.એચ.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
યોગ શિબિરમાં સિનિયર કોચ હાર્દિક તન્ના,અભી આડતીયા અને મયુર કુહાડા એ સેવા આપેલી.
આ પ્રસંગે ક્લબના મેમ્બર જ્યેન્દ્રભાઈ ખૂંટી,હરજીવનભાઈ કોટીયા અને દિલીપભાઈ ગંધા એ હાજરી આપી હતી.
આ સુંદર આયોજન બદલ ખાસ જેલ પોરબંદરના જેલ અધિક્ષક પી.એચ.જાડેજા આયુર્વેદિક હોસ્પિટલ પોરબંદર અને પાયોનિયર ક્લબ પોરબંદર યુથ વીંગ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આયોજન માં સાથ અને સહકાર મળેલ તેના બદલ પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય વતી પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવાએ જેલ અધિક્ષક પી.એચ.જાડેજા સાહેબ તથા જેલ ના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમ ના સ્પોન્સર પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા રહ્યા હતા.