ઉનાળા ની કાળઝાળ ગરમી માં પક્ષી ઓ માટે પીવાના પાણી નાં 288 પાત્રો – કુંડાઓ નું પોરબંદર માં થયું વિનામૂલ્યે વિતરણ

હાલ ઉનાળા ની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જીવમાત્ર ને પાણી ની ખૂબ વધુ જરૂરિયાત પડતી હોય છે.ત્યારે પોરબંદર માં શ્રી ઠાકોરજી ની કૃપા થી અને દાતાશ્રી ઓ નાં સુંદર સહયોગ થી પોરબંદર નાં ખુબજ જાણીતા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા તા.23/05/24 ને ગુરુવારે ” વૈશાખી પૂર્ણિમા ” નાં પવિત્ર અવસરે પક્ષી ઓ ને પીવાના પાણી નાં 288 પાત્રો ( કુંડાઓ ) નું ” વિનામૂલ્યે ” વિતરણ નો 02 જો રાઉન્ડ ફકત 20 મિનિટ માં જ સંપન્ન થયું હતું. આ દિવ્ય કાર્યક્રમ માં પોરબંદર – છાંયા નગરપાલિકા નાં પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી , ગાર્ડન કમિટી નાં ચેરમેન શ્રી ધવલભાઈ જોશી , ગંગા સ્વરૂપ ચંપાબેન ભીખુભાઇ મજીઠીયા નિલેશભાઈ કિશોર અને વિરલભાઈ સામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રકાશભાઈ રૂપારેલ , સંજયભાઈ તુલસીભાઇ રાજા , કમલેશભાઈ કોટેચા , પ્રદીપભાઈ ગજ્જર , હિતેષભાઇ સોનીગ્રા , રસિકભાઈ તન્ના , વિનુભાઈ દાસાણી , પરમ ચુડાસમા , મીનાક્ષીબેન ગજ્જર , સરલાબેન સુખાનંદી , જાગૃતિબેન પાડલીયા અને ભાવનાબેન પાડલીયા ઍ કુંડા તૈયાર કરવામાં અને વિતરણ કાર્ય માં જહેમત ઉઠાવી હતી.
આ તકે શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ વતી સર્વે દાતાશ્રી ઓ નો અને સર્વે સેવાભાવી ઓ નો આભાર માનવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમ માં ખીજડી પ્લોટ નાં સ્વામિનારાયણ મંદિર અને પંકજભાઈ મજીઠીયા પરિવાર નો સુંદર સહયોગ મળ્યો હતો.શક્ય હશે તો 03 જો રાઉન્ડ પણ 288 કુંડા નો તા.03/06/24 ને સોમવારે ” અપરા એકાદશી ” નાં પાવન દિવસે કરવામાં આવશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!