ભારત અને બાંગલાદેશ વચ્ચે નવી પ્રવાસી ટ્રેન સેવા 26મી માર્ચથી શરૂ થશે

ભારત અને બાંગલાદેશ વચ્ચે નવી પ્રવાસી ટ્રેન સેવા 26મી માર્ચથી શરૂ થશે

ભારત અને બાંગલાદેશ વચ્ચે નવી પ્રવાસી ટ્રેન સેવા 26મી માર્ચથી શરૂ થશે. તેનો મૂળ ઉદ્દેશ બંને પાડોશી દેશો વચ્ચેના મૈત્રીય સંબંધો વધુ મજબૂત કરવાનો છે.ભારત અને બાંગ્લાદેશના રેલવે અધિકારીઓ વચ્ચે ચાલેલી બે દિવસની બેઠક બાદ કઠીહાર ડિવિઝનલ રેલવે મેનેજર રવીન્દ્ર વર્માએ જણાવ્યું કે, નવી ટ્રેન સેવા પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી અને બાંગ્લાદેશના ઢાકાને જોડશે.નવી ટ્રેન અઠવાડિયામાં બે વાર એટલે સોમવારે અને ગુરુવારે ન્યૂ જલપાઈગુડીથી, જ્યારે મંગળવાર અને શુક્રવારે ઢાંકાથી ઊપડશે. આ ટ્રેનમાં 10 કોચ હશે જેમાં 2 AC કોચ, 6 સ્લીપર અને 2 અન્ય કોચ હશે. આ ટ્રેનનું નામ અને ભાડું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!