108 સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાવી માતા બાળકી નો જીવ બચાવ્યો

108 સેવાની પ્રશંસનીય કામગીરી

108 સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાવી માતા બાળકી નો જીવ બચાવ્યો. પોરબંદર ના મિયાણી ગામ ના 23 વર્ષીય સર્ગભા માતા ને પર્સુતી ની પીડા ઉપાડતા તેમના પતિ દ્વારા 108 માં કોલ કરવામાં આવ્યો હતો પોરબંદર સિટી ૧ 108 માં ફરજ પર ના EMT દેવાભાઇ કડછા અને પાઇલોટ કમલેશભાઈ બારૈયા સમય બગાડ્યા વિના આ સગર્ભા મહીલા ને લેવા માટે મિયાણી ગામ પહોંચી ગયા હતા 108 માં પોરબંદર લેડી હોસ્પિટલ શિફ્ટ કરતા હતા એ દરમિયાન રસ્તામાં મહીલા ને તપાસ કરતાં પ્રસુતિ ની પીડા માં વધારો થતો હોવાથી આ મહીલા ને એમ્બ્યુલન્સમા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી

સગર્ભા માતા ની નોર્મલ ડિલિવરી કરાવી માતા એ તંદુરસ્ત બાળકી ને જન્મ આપ્યો હતો જેનું વજન 3 કીલો હતું.
આમ સીઝેરિયન ના યુગ મા નોર્મલ થતાં પરિવાર જનો એ દેવાભાઈ અને 108 ની ટીમ ને બીરદાવ્યા હતા
માતા બાળકી ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે લેડી હોસ્પિટલ પોરબંદર સિફટ કર્યા હતા
આ તકે જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ચોહાણ અને જિલ્લા કો ડીનેટર જયેશ જેઠવા એ અભિનદન પાઠવ્યા હતાં

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!