Watch “સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા આયોજીત 10 નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન ધામધૂમ પૂર્વક સંપન્ન” on YouTube

સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા આયોજીત સર્વજ્ઞતી 10 નિરાધાર દીકરીઓના સમૂહલગ્ન 2023 ધામધૂમ પૂર્વક સંપન્ન

તારીખ 23 જુલાઈ 2023 ના રોજ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા પોરબંદર ખાતે આવેલ ઔદીચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ વાડી માં 10 નિરાધાર દીકરીઓના ભવ્ય અને દિવ્ય સમૂહલગ્ન નું આયોજન ધામધૂમ પૂર્વક સંપન્ન થયું હતું મોટી સંખ્યામાં સામાજીક ,રાજકીય સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા

સાધુ, સંતો ,સામાજિક અને રાજકીય અગ્રણીઓએ સુખી લગ્ન જીવનના આપ્યા આશીર્વાદ

સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન ભાઈ મોઢવાડીયા ઉપસ્થિત રહી દીકરી ઓને શુભ આશિષ પાઠવ્યા હતા . પોરબંદર પૂર્વ ધરાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ અભિવાદનપત્ર દ્વારા દીકરીઓને આશીર્વચન તથા સંસ્થાને સેવા કાર્ય બદલ બિરદાવી હતી, સાધુ સંતો માં કોઈ કારણોસર હાજર ન રહી શકતા પૂ.પા.ગો 108 શ્રી વસંતરાયજી મહારાજ ,પુ.પા .ગો108 શ્રી જય વલ્લભલાલજીએ ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો . સાંદીપની ગૃરુકુળ હરિમંદિરના ભાઈશ્રી રમેશભાઈઓઝા ના હસ્ત લિખિત આશીર્વચન સાંદીપની ના ઋષિ કુમારો દ્વારા રૂબરૂ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પરમ પૂજ્ય મનુમા નાગલનેશ ચિરોડા દ્વારા નવ દંપતી ને તથા આયોજકો ને ટેલિફોનિક આશીર્વચન પાઠવ્યા હતા.શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મહંત શ્રી હરિભારથી બાપુ દ્વારા ટેલિફોનિક શિવ આશિષ પાઠવાયા હતા.જ.ગુ.રા સ્વામી શ્રી બદ્રીનાથ વનમાલીજી એ ટેલિફોનિક શુભાશિષ પાઠવાયા હતા પ્રખર શિવ કથાકાર માંધુરીબેન ગૉસ્વામી , શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના સ્વામી ભાનુપ્રકાશદાસજી ,તથા ઇસ્કોન સત્સંગ મંડળ ના શ્રી નંદકિશોર પ્રભુ કપિલેશ્વર દાસજી,અને ઇસ્કોન પરિવાર પોરબંદર દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતા.

વરસતા વરસાદમાં દાનવીર દાતાઓએ વરસાવી દાનની સરવાણી

આ સમૂહલગ્ન નિરાધાર 10 દીકરો ને 111 જેટલી કરીયાવર વસ્તુ ભેટ ઉદારતા પૂર્વક આપવામાં આવી હતી આ લગ્નોત્સવ ના સંપૂર્ણ ખર્ચ માં દાતા શ્રીઓ એ દાન ની સરવાણી વહાવી કાર્યક્રમ ને દીપાવ્યો હતો જે બદલ સંસ્થા દ્વારા સહયોગી દાતાશ્રી તથા અન્ય સહયોગીશ્રીઓ તમામ ને સન્માન પત્રક આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

સનાતન હિન્દૂ ધર્મની પરંપરાગત વૈદિક મંત્રોચાર સાથે નવદંપતિ ની લગ્ન વિધિ કરાઈ

સનાતન હિન્દૂ ધર્મની પરંપરાગત વિધિ દ્વારા વૈદિક મંત્રો ચાર દ્વારા મુખ્ય શાસ્ત્રી ચેતનભાઈ અત્રિ તથા 12 ભુદેવો શ્રી દ્વારા સંગીત મય શૈલી દ્વારા 10 દીકરીઓની લગ્ન વિધિ કરાઈ હતી.સંસ્થા દ્વારા તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સ્વયંસેવકોના સેવાયજ્ઞ થી સમૂહલગ્ન હર્ષોઉલ્લાસ સાથે સંપૂર્ણ

આ સમૂહ લગ્નમાં વ્યવસ્થા ના ભાગ રૂપે અનેક અલગ અલગ સેવા આપવા સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા.દીકરી ઓ ને દુલહન શણગાર, મહેંદી,બ્યુટીપાર્લર ,વર કન્યા ડ્રેસિસ નિઃશુલ્ક સેવા આપનાર ,તથા મંચસ્થ સંચાલન સમિતિ , સ્વાગત સમિતિ,ભોજન સમિતિ કરીયાવર વ્યવસ્થાપન સમિતિ, તથા અન્ય સેવામાં તન મન ધન થી ઉપસ્થિત રહી કાર્યક્રમ ને ભવ્ય રીતે સંપન્ન કરવા માં સહયોગીનો પણ સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો .

સમૂહ લગ્ન માં બેન્ડ વાજા અને ઢોલ અને સુમધુર સંગીત રેલાયા

સમૂહ લગ્ન માં જાન આગમન તથા વિદાય સમયે વાજતે ગાજતે બેન્ડ પાર્ટી દ્વારા સ્વાગત તથા વિદાય કરવામાં આવી હતુ આ ઉપરાંત સ્ટેજ પર ભાતીગળ લગ્ન ગીત ના સુર રેલાયા હતા .

10 નિરાધાર દીકરીઓએ અયોજકો નો માન્યો અંતરથી આભાર

પ્રભુતામા પગલાં પાડનાર અને નવા લગ્ન જીવન ની શરૂઆત કરનાર 10 નવદંપતી ઓ અને તેમના પરિવારજનોએ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર ની દિલ થી આભાર પ્રગટ કર્યો હતો અને દીકરીઓ ના પરિવાર જનો એ આ પ્રકાર સમૂહ લગ્ન નું આયોજન થતુ રહે અને નિરાધાર દીકરીઓ ને લાભ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

સમૂહ લગ્ન ન આયોજનમાં પત્રકારોનો મળ્યો સહયોગ

સ્વસ્તિક ગ્રુપ દ્વારા આયોજીત સમૂહલગ્ન માં શરૂઆતથી જ પ્રિંટ મીડિયા , ઇલેક્ટ્રોનિક મીડિયા તથા સોશિયલ મિડિયા દ્વારા પ્રચાર પ્રસાર માં સંપૂર્ણ સહયોગ આપનાર મીડિયા મિત્રો નો શુદંર સહયોગ મળ્યો હતો સપૃણૅ કાયૅક્રમ ઉદઘોષક મંચસ્થ સંચાલન પ્રકાશભાઈ રુપારેલ દ્વારા કરાયું જે બદલ સવૅ સહયોગી સંસ્થાના સંસ્થાપક વિનેશભાઈ ગૉસ્વામી એ સંસ્થા વતી મીડિયા ના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!