13 ઓગસ્ટે શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

પોરબંદર જિલ્લામાં રહેતા વૈષ્ણવ (બાવા વૈરાગી) સાધુ સમાજ ના તેજસ્વી તારલા ઓનું સરસ્વતી સન્માન કરવાનું આયોજન વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે .પોરબંદર માં આગામી 13 મી ઓગસ્ટ ના રોજ રવિવારે પાંજરાપોળ સામે આવેલ દીપેશ હોલ ખાતે સાંજે 4 કલાકે વૈષ્ણવ સાધુ સમાજના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.
પોરબંદર જિલ્લા માં રહેતા અનેક વૈષ્ણવ સાધુ પરીવાર ના બાળકો એ શૈક્ષણિક ક્ષેત્રમાં ધોરણ 8 થી કોલેજ સુધી સફળતા પ્રાપ્ત કરી હોય તેવા તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવશે જેનાથી અન્ય બાળકો પણ પ્રેરણા લઇ શકે અને સમાજ નું નામ રોશન કરે તેવા હેતુ થી શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ( બા.વૈ) પોરબંદર દ્વારા યોજાનાર આ કાર્યક્રમ માં શ્રી રામકૃષ્ણ મિશન પોરબંદર ના સ્વામી પ્રેષ્ઠાનંદ તથા સ્વામી ચિરંતાનંદ સ્વામિ તથા સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પોરબંદર ના વૈષ્ણવ સાધુ સમાજ ના પરિવારજનો સાથે ઉપસ્થિત રહી સમાજ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને કાર્યક્રમ ની શોભામાં વધારો કરવા શ્રી વૈષ્ણવ સાધુ સમાજ આયોજન સમિતિ પોરબંદર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
