પોરબંદર NSUI આયોજિત આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

શહેરની જુદી જુદી કોલેજની ટીમો વચ્ચે મેદાની જંગ

ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયા હસ્તક ટુર્નામેન્ટનો પ્રારંભ,

પોરબંદર જિલ્લા NSUI દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ આજે પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયાએ ખેલનો પ્રાંરભ કરાવ્યો.પોરબંદરની જુદી જુદી કોલેજનાં ક્રિકેટ પ્રેમી વિધાર્થીઓ વચ્ચે માધવાણી કોલેજના ગ્રાઉન્ડમાં મેદાની જંગનો પ્રારંભ થયો.
પોરબંદરના યુવાનોને ખેલ પ્રત્યે પ્રોત્સાહન આપવા તેમજ તેમના ખેલ ભાવના અને ક્રિકેટમાં રુચિ જણાવાય રહે તે માટે NSUI દ્વારા થયું આયોજન, ધારાસભ્યશ્રીએ પણ મેદાનમાં ક્રિકેટર બની બેટ-બોલથી હાથ અજમાવ્યો,અર્જૂનભાઇ મોઢવાડિયાએ ખેલૈયાઓને સંદેશ આપતા કહ્યું જીવનમાં હર ક્ષેત્રમાં ફિટ રહેવુ જોઇએ, હાર-જીત જીવનમાં હંમેશા આવતા જ હોય છે પરંતુ હાલ ક્યારેય નિરાશ નહિ થવાનું પરંતુ તેમાથી આગળ વધવાનું તેમાથી કંઇક ને કંઇક શીખી જીવન ક્ષેત્ર હંમેશા જીત મેળવવાની હોય છે. પોરબંદર NSUI દ્વારા આજે સ્વઃરાજીવ ગાંધીની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કર્યું છે હું તેમની પુરી ટીમને શુભકામનાઓ પાઠવીશ કે વિધાર્થીના હિતમાં લડાઇ લડતા લડતા તેમનામાં રહેવા ટેલેન્ટ બહાર લાવવાની કોશિશ કરી તેમના આવા ટુર્નામેન્ટનું આયોજન કરી તેમના અલગ ઉર્જા અને ઉત્સાહ ઉભો કરે છે.
આજે પોરબંદરની મોઢા કોલેજ અને કે.એચ માધવાણા કોલેજ વચ્ચે પ્રથમ મેચ યોજાયો હતો, તેમા મોઢા કોલેજે પ્રથમ બેંટિગ કરી કે એચ માધવાણી કોલેજને મેદાનમાં માત આપી હતી. આજથી દરરોજ ખેલના મેદાનમાં રોજ ક્રિકેટ પ્રેમી વિધાર્થીઓ વચ્ચે ચોગ્ગા-છગ્ગાનો જંગ જામશે..
ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવા બદલ ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી,રાજ પોપટ,યશરાજસિંહ ચુડાસમા,પાર્થ ઉનડકઠ,દિવ્યેશ કોટેચા,આકાશ કારિયા સહિત સમગ્ર NSUI ટીમને અભિનંદન પાઠવાયા હતા.ભવિષ્યમાં પણ આવા વિધાર્થીઓ માટે કાર્યો કરતા રહો તેવી શુભેચ્છાઓ ધારાસભ્યશ્રી દ્વારા પાઠવાઇ હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!