જીએમસી પ્રિસ્કૂલના બાળકોએ ધરમપુર ગામ ખાતે ફાર્મની મુલાકાત લીધી

જીએમસી શાળાની શૈક્ષણિક મુલાકાત: જીએમ સી પ્રિસ્કૂલ ના બાળકો એ ધરમપુર ગામ ખાતે ફાર્મની મુલાકાત લીધી હતી. આપણા જીવનમાં ખેડૂતોની મહેનત અને મહત્વ વિશે તેમજ તેમનો આદર કરીને હંમેશા તેમના આભારી રહેવા માટે શિક્ષકો દ્વારા બાળકોને માહિતગાર કરેલ. બાળકોને ફાર્મની મુલાકાત લેવાની મંજૂરી આપીને આ મુલાકાત શક્ય બનાવવા બદલ અમે અમારા ટ્રસ્ટી દેવાભાઈ ભુતિયાના ખૂબ આભારી છીએ.સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા બાળકોને ખેતી વિષે માહિતગાર કરેલ તેમજ આ મુલાકાત ને સફળ બનાવવા બદલ પ્રિસ્કૂલ કોર્ડિનેટર હેતલ દવે, હેતલ જુંગી તથા શિક્ષકોને સુભેચ્છા પાઠવેલ હતી.

Please follow and like us:
