અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રિ સ્કૂલમાં ભવ્ય ગણેશ મહોત્સવ
પોરબંદર છાંયા ખડા વિસ્તારમાં આવેલી અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રિ સ્કૂલમાં ગત વર્ષે કાયમી માટે ગણેશજીની ભવ્ય પ્રતિમાની વિધિ વિધાન પૂર્વક સ્થાપના કરવામાં આવેલ હતી જેમાં આખું વર્ષ દરરોજ વિદ્યાર્થીઓ ગણેશજીના સાનિધ્યમાં પ્રાથના કરે છે
તા ૧૯ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને વિશેષ પૂજા આરતી કરવામાં આવી હતી જેમાં સૌ બાળ વિદ્યાર્થીઓ હોંશે હોંશે જોડાયા હતા વધુમાં તમામ વિદ્યાર્થીઓ માટે શાળા તરફથી જમણવાર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું
દરરોજ વિદ્યાર્થીઓ ગણેશજીના દર્શન કરી પ્રસાદી લય શૈક્ષણિક કાર્ય નો પ્રારંભ કરે છે
Please follow and like us: