સાયબર ક્રાઇમ પોલીસે પોરબંદર એસ.ટી.ડીપાર્ટમેન્ટને રૂ. ૧.૫૫,૯૪૯ રીફંડ કરાવ્યા
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિલેષ જાજળીયા સાહેબ તથા પોરબંદર પોલિસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શહેર રૂતું રાબા ની સુચના અન્વયે અને પોલીસ ઇન્સપેકટર એન એન તળાવિયા ના માર્ગદશન હેઠળ પોરબંદર જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે .
આ અંગેની વિગત એવી છે કે આ કામના આરોપીઓ એજન્ટોએ એસ ટી. પોર્ટલના યુઝર આઇડી પાસવર્ડ કોઇ પણ રીતે મેળવી સંચાલીત થનાર એસ.ટી બસના રૂટ ઓનલાઇન કેન્સલ કરી તેના રીફન્ડ પેટે ૧૩૭ ટીકીટોના (૬૧૯ સીટ) કુલ ૩ ૧,૫૫,૯૪૯, પોતાના અંગત ફાયદા માટે મેળવી લઇ એસ ટી ડીપાર્ટમેન્ટને મળતી રકમ તથા સરકારને મળવાપાત્ર થતી મુસાફરી ટેક્ષની રકમનું નુકશાન કરી છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ. જે રકમ ૧.૫૫,૯૪૯ એસ.ટી.ડીપાર્ટમેન્ટ ના ખાતામાં રીફંડ કરાવેલ છે
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી:
આ કામગીરીમાં પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન P I એન.એન. તળાવિયા,psi એસ.કે.જાડેજા, તથા પોલીસ સ્ટાફ કે બી ઓડેદરા,વી પી દીક્ષીત, કૃણાલસિંહ પ્રવિણસિંહ વિગેરે રોકાયેલ હતા.