Jamnagar માં ગેરકાયદેસર રીતે વેચાણ થતી નશાકારક ચોકલેટ ઝડપાઈ

Jamnagar માં ગેરકાયદેસર રીતે વેચાણ થતી નશાકારક ચોકલેટ ઝડપાઈ

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના કરતા જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. જે.ડી.પરમાર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા તથા ચંન્દ્રસિંહ જાડેજા તથા સંદિપભાઈ ચુડાસમા તથા રમેશભાઈ ચાવડા તથા રાજેશભાઈ મકવાણા ને ખાનગી બાતમી મળેલ કે “દિગ્વીજય પ્લોટ, શેરી નંબર-૫૮,હિંગળાજ ચોક, રમેશ હાર્ડવેર નામની દુકાનની બાજુમા આવેલ ઉમંગ પાન એન્ડ કોલડ્રીંક્સ નામની દુકાનના માલીક ઉમંગ અનિશભાઈ નંદા તથા દિગ્વીજય પ્લોટ, શેરી નંબર-૫૮, હિંગળાજ ચોક, ગોળ ગોડાઉન વાળી ગલીમા આવેલ પાયલ પાન નામની દુકાનના માલીક ડાડુભાઈ કરશનભાઈ ચન્દ્રાવડીયા પોતાની દુકાનોમાં નશાકારક ચોકલેટ રાખી તેનુ વેચાણ કરે છે” જેથી તે જગ્યાએ જઈ રેઈડ કરતા મજકુર ઈસમોની દુકાનમાંથી જુદા જુદા નામ વાળી ગે.કા. નશાકારક ચોકલેટ નંગ-૪૪૫ તથા આ નશાકારક ચોકલેટની સપ્લાય કરનાર રામશીભાઈ લાખાભાઈ ગોજીયા ના રહેણાંકનેથી જુદા જુદા નામ વાળી ગે.કા. નશાકારક ચોકલેટ નંગ- ૨૧,૩૦૦ કી.રૂા.૩૩,૮૬૦/- એમ કુલ નશાકારક ચોકલેટ નંગ ૧,૮૦૫ કુલ કી.રૂા.૩૪,૩૦૫/- મુદ્દામાલ સાથે મળી આવેલ અને આ બાબતે સીટી “સી” ડીવી. પો.સ્ટે. જાણવા જોગ ફરીયાદ દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર જે.ડી.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!