નગરપાલિકા પ્રમુખ ડો ચેતનાબેન તિવારી નું અક્ષર વિદ્યામંદિર ખાતે ભવ્ય સન્માન કરાયું

તાજેતર માં નવનિયુક્ત થયેલા પોરબંદર છાંયા નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ ડો ચેતનાબેન તિવારીનું શહેરની અગ્રણી શાળા અક્ષર વિદ્યામંદિર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી ચેતનાબેન તિવારી તબીબ હોવા ઉપરાંત ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે અક્ષર વિદ્યામંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડીયા તથા ટીમ દ્વારા સન્માન પત્ર અને પુષ્પહાર બુકે આપી ને ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ તકે પાલિકા પ્રમુખએ સૌનો આભાર માન્યો હતો અને પ્રજાની કોઈ પણ સમસ્યામાં પોતાના પૂરતા સહકારની ખાત્રી આપી હતી. આ કાર્યક્ર્મમાં કાઉન્સિલર ભરતભાઈ ઓડેદરા, સરોજબેન કક્કડ, ભીખુભાઈ ગોસ્વામી, અલકાબેન ઉપરાંત અક્ષર વિદ્યામંદિર આચાર્ય અંજનાબેન ડોડીયા, આશિષભાઈ વાઘ, મીરાબેન ઓડેદરા, નિરાલીબેન થાનકી સહિત શિક્ષકો, કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!