પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા અને પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર

પોરબંદર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા અને જિલ્લા પંચાયત માટેના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ રામભાઈ નાથાભાઈ મારુની સહી સાથે આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જાહેર કરાયેલા નામોની વિગત નીચે મુજબ છે:
નગરપાલિકાના વોર્ડ મુજબ ઉમેદવારો:
- વોર્ડ નં. ૨ (ખાસ): જયેશભાઈ અરજણભાઈ ઓડેદરા, વનીતાબેન રાણાભાઈ ઓડેદરા
- વોર્ડ નં. ૯: રાજવિરભાઈ બાપોદરા
- વોર્ડ નં. ૧૩: ઓડેદરા વૈશાલીબેન કરણાભાઈ, બંસરીબેન હરીશભાઈ મજીઠીયા, તેજસભાઈ જેતાભાઈ સાદિયા, કાંતિલાલ બાબુલાલ બુધેચા
- વોર્ડ નં. ૭: એકતાબેન અંકિત ખુદાઈ, પ્રભાબેન શૈલેષ જુંગી, પ્રતાપભાઈ ભીમજીભાઈ શેરાજી, અશ્વિનભાઈ દેવજી મોતીવરસ
- વોર્ડ નં. ૫: ભાવનાબેન સંજયભાઈ સોલંકી, રાજુભાઈ હાજાભાઈ મારુ, કિશોરભાઈ જીવાભાઈ સોલંકી, માધવીબેન મનોજ બુધેચા
- વોર્ડ નં. ૮: બીનાબેન ઓધવજી ભદ્રેચા, સુમિતાબેન નીતીનભાઈ ગોહેલ, હરીશભાઈ દામજીભાઈ મજીઠીયા, રોહિતકુમાર હીરાલાલ ગોહેલ
- વોર્ડ નં. ૬: હનીફભાઈ ઇસ્માઈલભાઈ દુકાની
- વોર્ડ નં. ૪: શાંતાબેન ચંદુલાલ મારુ
- વોર્ડ નં. ૩: અજયભાઈ મુકેશભાઈ મોઢા
જિલ્લા પંચાયતના ઉમેદવાર: - ઓડદર બેઠક: કેશુભાઈ સામતભાઈ ભુતિયા
કોંગ્રેસ દ્વારા આ યાદી જાહેર થતા જ પોરબંદરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ યાદીમાં જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વ ધરાવતા ચહેરાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
Please follow and like us:
