પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ: કાર્યાલય ખાતે વિજયોત્સવ

પોરબંદર મહાનગરપાલિકા ના વોર્ડ ન. 12 ની ચારે ચાર શીટ બિનહરીફ: તાલુકા પંચાયત ની ત્રણ શીટ બિનહરીફ
પોરબંદર જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતના શ્રી ગણેશ થઇ ગયા છે. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી ની અધ્યક્ષ સ્થાને થી ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ ની પ્રથમ ચૂટણી માં વૉર્ડ ના. 12 માં ભારતીય જનતા પાર્ટી એ વર્ષાબેન જયેશભાઇ કારાવદરા, મધુબેન સતીષકુમાર જોષી, જયભાઈ રાજશીભાઇ ચૌહાણ, રણમલભાઇ મેપાભાઇ ઓડેદરા ના નામ ની જાહેરાત કરી હતી, જેમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ સિવાય કોઈપણ પક્ષ તરફ થી ફોર્મ ભરવામાં નહિ આવતા ચારે ચાર બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર બિનહરીફ થયા છે. આ બેઠક બિનહરીફ થાય તે માટે ભોજાભાઈ કાનાભાઈ ખૂંટી અને લાખાભાઈ ભોજાભાઈ ખૂંટી એ પ્રયાસો કર્યા હતા. આ બિનહરીફ ઉમેદવારો ને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહીત આગેવાનો એ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયત ની ત્રણ બેઠકો ઉપર ના ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા છે. જેમાં ગોસા સીટ ઉપર લાખાભાઈ વાઘાભાઈ કોડીયાતર, રાતીયા સીટ ઉપર સંતોકબેન ભોળાભાઈ દાસા અને રોજીવાડા સીટ ઉપર વાલીબેન કેશુભાઈ ઓડેદરા બિન હરીફ જાહેર થયેલ છે તેઓ ને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
