પોરબંદર:વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે રી-ઓકસન પ્રક્રિયા હાથ ધરાશે

પોરબંદર.તા.૦૪, પોરબંદર જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા જિલ્લામાં M/cyclo/LMV CARના GJ.25.AE/GJ25BAમાં બાકી રહેલા સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે રી-ઓકસન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જે અન્વયે ઓનલાનઇન અરજીનો સમયગાળો તા. ૦૯/૧૨/૨૦૨૩ થી તા. ૧૮/૧૨/૨૦૨૩ સુધીનો રહેશે. જ્યારે ઓકશનનો સમયગાળો તા.૧૮/૧૨/૨૦૨૩ થી ૨૦/૧૨/૨૦૨૩ સુધીનો રહેશે.

જિલ્લાના વાહન માલિકોએ સૌ પ્રથમ http:/parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ તૈયાર કરવાનો રહેશે. વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીનાં પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/online auction/7421 આ. ૧૨/૦૯/૨૦૧૭ Appendix -A ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલુ હોય તે તારીખથી ૭ દિવસની અંદર રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ. તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લાં દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહિ.

ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ ૬૦ દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાનાં હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાનાં કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે. અને આવાં અનરજીસ્ટર્ડ વાહનનું જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિ.

અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાનાં ૫ દિવસમાં બીડ એમાઉન્ટનાં નાણાં જમાં કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર. બી.આઇ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે.

જો અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે હાલની મેન્યુઅલ પધ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાનાં હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ થી ચૂકવણું કર્યું હોય તે જ Mode થી નાણા અરજદારશ્રીનાં તે જ ખાતામાં SBI E-Pay દ્વારા પરત કરવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!