ગુરુકુળ મહિલા કોલેજમાં ન્યુ કમર્સ ટેલેન્ટ મોર્નિંગનું આયોજન કરાયું


ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી સાથે સંલગ્ન તથા રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવી આવેલ વિદ્યાર્થીનીઓ માટે ટેલેન્ટ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓની અંદર રહેલ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે તેને ઓળખીને મંચ આપવાનો પ્રયાસ ગુરુકુળ મહિલા કોલેજ દ્વારા કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ ગુરુકુળની પરંપરા મુજબ વેદમંત્ર ગાનથી કરવામાં આવેલા, ત્યારબાદ વિદ્યાની દેવી માં સરસ્વતીને યાદ કરીને પ્રાર્થના કરવામાં આવી, પ્રાચાર્યશ્રી તેમજ મહેમાનશ્રી IQAC મેમ્બર્સ ડૉ. મિલનભાઈ વસાવડા, નરેન્દ્રસિંહ રાણા, સમીરભાઈ તેજુરાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યારબાદ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ, હોમસાયન્સ વિભાગના અધ્યક્ષા તેમજ ગીત, સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહીણીબા જાડેજા દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુકુળની પરંપરાને ધ્યાનમાં લઈને તમામ મહેમાનનું પ્રિન્સીપાલ, તેમજ ગીત-સંગીત-નૃત્યધારાના સભ્યો દ્વારા સૂતમાલા અને પુસ્તક અર્પણ કરી અભિવાદન કર્યું.
કાર્યક્રમના બીજા દોરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે અત્યારના પવિત્ર પરષોતમ માસને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીનીઓ દ્વારા શિવ તાંડવની પ્રસ્તુતિ કુ. મૈત્રેયી ખેર & ગ્રુપ (બી.એ.-બી.કોમ. સેમ.૩-૫) દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ સમય ગતિશીલ છે. પરિવર્તનશીલ છે, અને સમય છે તો આપને સૌ છીએ આવું જ સમયનું મહત્વ બતાવતું વક્તવ્ય કુ. રાધિકા નાંઢા ( બી.કોમ.સેમ-૧) દ્વારા રજુ કરવામાં આવ્યું હતું, સમયની સાથે ભક્તિને પણ આવરી લેતા કુ. ધ્રુવા પુરોહિતે ‘મન મંદિર મેં સજે બિહારી’ ભજન દ્વારા વાતાવરણ ભક્તિમય બનાવેલ, ત્યારબાદ ગુજરાતની ઓળખ, ગુજરાતનું લોકનૃત્ય એટલે ગરબો. જેની રજૂઆત કુ. મયુરી રાણાવાયા & ગ્રુપ(બી.એ.સેમ.-૩ ગુજ. /અંગ્રેજી) દ્વારા ‘રંગભીની રાધા’ ગીત પર થયેલ. વિદ્યાર્થીની બહેનોમાં મતદાન માટે જાગૃતિ કેળવાય અને દરેક નાગરિકનો મત અને અધિકાર મૂલ્યવાન છે તેની સમજ એનએસએસ.ની વિદ્યાર્થીનીઓએ આપેલ. કુ. અસ્મિતા ગઢવાણા (બી.કોમ.સેમ.-૧ અંગ્રેજી)એ ગુજરાતની ભાષા, પહેરવેશ, વાનગી, નદીઓ, પર્વતો, તીર્થસ્થાનો, સંતો-મહંતો તેમજ ભાતીગળ સંસ્કૃતિને આવરી લેતું ‘ગુજરાતની ગરિમા’ વિષય પર વક્તવ્ય પ્રસ્તુત કરેલ. ત્યારબાદ કુ. ક્રિષ્ના ગોજીયા & ગ્રુપ (બી.એ.-બી.કોમ. સેમ.૧-૩-૫) દ્વારા વિઘ્નહર્તા ગણપતિની સ્તુતિ ‘મુદા કરાત મોદકમ’ ગાયન કર્યું હતું. આપણા દેશના જવાનો માતૃભૂમિ માટે પોતાનું બલિદાન આપી દે છે એવુજ રાષ્ટ્રભક્તિ સભર ગીત ‘તેરી મીટ્ટી મેં મિલજાવા’ ની સુંદર કર્ણપ્રિય પ્રસ્તુતિ કુ. માનસી શિંગરખીયા (બી.એ.સેમ.-૧)એ રજુ કરી. ભારતનો મહાનગ્રંથ ‘મહાભારત’માં ભગવાન શ્રીકૃષ્ણએ કૌરવો અને પાંડવોના યુદ્ધમાં મધ્યસ્થી બનીને સત્યને અને ન્યાયનો પક્ષ લઇ અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું હતું તેવો જ મહાન સંદેશ વ્યક્ત કરતુ મહાભારત થીમ પર અભિનયગીત રજુ કરવામાં આવેલ (કુ. રોશની ચાંડેગ્રા & ગ્રુપ બી.એ. હોમસાયન્સ સેમ ૧-૩-૫). હમ બંગાલી, હમ પંજાબી, ગુજરાતી, મદ્રાસી હૈ, લેકિન હમ ઇન સબસે પહેલે કેવલ ભારતવાસી હૈ. આવું જ ભારત દેશના તમામ વ્યક્તિઓને ભારતીય હોવાનું અભિમાન હોય છે આમ, ‘મારો દેશ મારું અભિમાન’ વિષય પર કુ.કંકુ સરૈયાએ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય પ્રસ્તુત કરેલ.આપણા ગીત અને ગરબામાં પ્રકૃતિને પણ વણી લેવામાં આવેલા છે આવો જ ભાવ વ્યક્ત કરતો ગરબો ‘મારે મહિસાગરને આરે ઢોલ વાગે છે’ ની પ્રસ્તુતિ કુ,વેદાંશી જોશી & ગ્રુપ (બી.એ.સેમ.-૫ અંગ્રેજી) દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ માં તે માં બીજા વગડાના વા આ કહેવતને સાર્થક કરતી કવિતા ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’નું સુંદર ગાયન કુ. ગીતા કડછા એ ખૂબ ભાવપૂર્વક કર્યું. ત્યારબાદ એક સુંદર દેશભક્તિ ગીત આરંભ હૈ પ્રચંડ કુ. મેના કેશવાલા(બી.એ.-બી.કોમ.સેમ.૧-૩-૫)ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેમાં ઝાંસીકી રાનીની વીરતા વ્યક્ત કરતુ નૃત્યનો અભિનય કર્યો હતો.
પ્રાચીન ગરબાનું જેટલું મહત્વ રહેલ છે તેવી જ રીતે અર્વાચીન ગરબા પણ તેટલું જ મહત્વનું સ્થાન ધરાવે છે એવો જ અર્વાચીન ગરબો ‘ ઢોલીડા ઢોલ રે વગાડ’ની ખુબ જ ઉત્સાહભેર રજૂઆત કુ. રિદ્ધિ સોનેગરા & ગ્રુપ (બી.એ.સેમ.૧ અંગ્રેજી)એ કરેલી હતી. કુ. ભારતી મોઢવાડિયા બી.એ.સેમ.-૧ અર્થશાસ્ત્રની વિદ્યાર્થીનીએ ‘મનુષ્ય તું બડા મહાન હૈ’ ગીતની સુંદર લયબદ્ધ રીતે પ્રસ્તુતિ કરી હતી. ભારત દેશના તમામ રાજ્યોની એક આગવી ઓળખ એટલે લોકનૃત્ય. તેવી જ રીતે રાજસ્થાન રાજ્યનું એક લોકનૃત્ય એટલે ‘કાલબેલિયા’ જેમાં રાજસ્થાનની ઝલક જોવા મળે છે તેવું જ રાજસ્થાની લોકનૃત્યની અદભૂત પ્રસ્તુતિ કુ. વિરલ રાણાવાયા & ગ્રુપ (બી.કોમ. ગુજ.સેમ.૩-૫)એ કરેલ. મૂક અભિનયએ નાટકનો એક પ્રકાર છે અને તેને ફક્ત એક્શન અને હાવભાવ દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે અને હમેશા તેને આધારે એક સામાજિક સંદેશ લોકો સુધી પહોચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. તો, આવું જ માઈમ સ્વચ્છતા વિષય પર કુ. મૈત્રેયી ખેર & ગ્રુપ (બી.એ. બી.કોમ.સેમ.૧-૩-૫)એ સુંદર રીતે પ્રસ્તુત કરેલ. યોગ, વ્યાયામ અને ખેલકૂદએ દરેક વ્યક્તિના જીવનનો એક અભિન્ન અંગ સમાન હોવો જોઈએ તેથી લોકો તેને ધ્યાનમાં લઈને પોતાના વ્યસ્ત સમયમાં પણ તેને સ્થાન આપે તેવા આકર્ષિત સંદેશ સાથે યોગ, વ્યાયામ અને પિરામિડની શક્તિવર્ધક રજૂઆત કરવામાં આવેલ હતી. ત્યારબાદ પોરબંદર શહેર તથા ગામડા વિસ્તારમાં વસતા મહેર સમાજ એક આગવી શૈલી ધરાવે છે જેમાં તેમનો પહેરવેશ, બોલી, રાસ એક આગવી છાપ ઉભી કરે છે તેમજ સ્થાનિક વિસ્તાર જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ મહેર રાસ લોકપ્રિય છે. તેવો પરંપરાગત મહેર રાસ ‘મારે આંગણ વડપીપળની છાય’ ગીત પર કુ. દર્શના વાજા & ગ્રુપ (બી.એ.સેમ.-૧ અર્થશાસ્ત્ર – બી.કોમ.ગુજ.સેમ.-૧)એ રમઝટ બોલાવી હતી.
કાર્યક્રમના ત્રીજા દોરમાં અતિથી વિશેષ તેમજ આઈ.કયું.એ.સી. સભ્ય ડૉ.મિલનભાઈ વસાવડાએ ખૂબ જ પ્રેરણાદાયી ઉદબોધન સાથે દરેકને મંત્રમુગ્ધ કર્યા હતા. સૌપ્રથમ તેમને કુલપિતા રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મેહતા તેમજ ડૉ.સવિતાદીદી અને તમામ મહેતા પરિવારના સભ્યોને યાદ કર્યા હતા અને તેમના સ્વપ્નને સાકાર થતું જોઈ રહ્યા છે તેમ જણાવેલ. ઉદ્બોધનમાં તેઓએ કહ્યું કે’ શિક્ષા,સંસ્કાર અને કલાનો ત્રિવેણી સંગમ એટલે ગુરુકુળ. તેઓએ વિશેષમાં કહયું કે ગુરુકુળ એ એક ગુલદસ્તો છે, જેમાં અલગ-અલગ ફૂલ પોતાની સુગંધ અને રંગથી શોભિત છે તેવી જ રીતે કોલેજના પ્રાચાર્યશ્રી તેમજ ગુરુજનો તે ફૂલ સમાન છે. દરેકની આગવી વિશેષતા અને અલગ ઓળખ છે. આવા ઉમદા, કર્મઠ અને શ્રેષ્ઠ નેતૃત્વ ધરાવનાર કોલેજના પ્રિન્સીપાલ તેમજ આર્યકન્યા ગુરુકુળના પ્રોવોસ્ટ ડૉ.અનુપમભાઈ નાગર અને તમામ ગુરુજનો વિદ્યાર્થીનીઓમાં ગુરુકુળને શોભાન્વિત બને તેવા શિસ્ત અને સંસ્કારનું સિંચન કરે છે.
કાર્યક્રમના અંતે અંગ્રેજી વિભાગના અધ્યક્ષા તેમજ ગીત-સંગીત-નૃત્યધારાના સભ્ય ડૉ. કેતકીબેન પંડ્યાએ પોતાની આગવી શૈલીમાં સૌનો ઋણ સ્વીકાર કર્યો. આ કાર્યકમમાં કુલ ૧૨૦ બહેનોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. વિરલ રાણાવાયા, કુ. મૈત્રેયી ખેર, કુ. વેદાંશી જોશીએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રીન્સીપાલશ્રી ડૉ. નાગરસરના માર્ગદર્શન હેઠળ તેમજ ગીત-સંગીત-નૃત્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહીણીબા જાડેજા, સભ્ય ડૉ.કેતકીબેન પંડ્યા, ડૉ. શાંતિબેન મોઢવાડિયા, પ્રો.અમીબેન પઢીયાર અને પ્રો.અદિતિબેન દવે દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કુ. ક્રિષ્ના ગોજીયા, ક્રિષ્ના ચોમલ અને આરતી જોશીએ જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!