પોરબંદર માં NETFISH-MPEDA દ્વારા માછીમારો માટે તાલીમ યોજાઈ

11/01/2024 પોરબંદર બંદર ખાતે ભારત સરકાર ના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નીસંસ્થા NETFISH-MPEDA દ્વારા માછીમારો સાથે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. NETFISH-MPEDA સંસ્થા છેલ્લા 15 વર્ષ થી વિવિધ માછીમારી બંદરો ઉપર માછીમારો મા જાગૃત કેળવવા નું કાર્ય કરે છે. માછીમારો ને માછીમારો દરમિયાન બોટ ની સફાઈ રાખવી, માછલીની ક્વોલીટી જાળવવા ચિલ્ડ કિલીંગ પધ્ધતિ અપનાવવી, માછીમારી દરમિયાન સુરક્ષા ના સાધનો રાખવા, નાની માછલી ની માછીમારી ન કરવી, દરિયાઇ સસ્તન પ્રજાતિઓ ની સંભાળ, માછીમારી દરમિયાન સમુદ્ર માંથી આવતા પ્લાસ્ટિક ને કિનારે લઈ આવવું તેમજ વિવિધ માછીમારી સલગ્ન બાબતો ઉપર માછીમારો ને તાલીમ આપવામા આવી. તાલીમ માં ઉપસ્થિત માછીમારો ને માછીમારી માં ઉપયોગ માં લેવાની વિવિધ વસ્તુઓ આપવામાં આવી. આ તાલીમ નુ સંચાલન NETFISH-MPEDA ના Sco જીજ્ઞેશભાઈ વીસાવડીયા અને MPEDA DEPUTY DIRECTOR. શ્રીમાળી વિનોદકુમાર એમ કર્યુ હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!