રૂપાળીબા કન્યા શાળાના બાળકો સ્ટેટ લાયબ્રેરી ની મુલાકાતે
પોરબંદર જીલ્લાની સૌથી જૂની દેસાઇ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન લાઈબ્રેરી કે જે, સ્ટેટ લાઈબ્રેરી ના નામે ઓળખાય છે તેમાં ગુજરાત રાજ્યના ગ્રંથાલય નિયામકશ્રી, ગાંધીનગર તરફથી મળેલા અનુદાનથી રૂપિયા એક લાખથી વધારે કિમતના ખરીદ કરવામાં આવેલા પુસ્તકોનું પ્રદર્શન તા.૧૫/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધી રાખવામા આવેલ છે.તે અંતર્ગત આજરોજ પોરબંદરની રૂપાળીબા કન્યા શાળાની ૩૬ દીકરીઓ તથા ૨ શિક્ષકો સાથે ગ્રંથાલયની મુલાકાતે આવેલા હતા અને ગ્રંથાલયની મુલાકાત અન્વયે વિધાર્થિનીઓને ગ્રંથાલયનું મહત્વની સંપૂર્ણ જાણકારી કારોબારી સભ્ય હેમેન્દ્રભાઈ લાખાણી દ્વારા આપવામાં આવેલી હતી. તેમજ ગ્રંથાલય ઉપર કોમ્પીટીટિવ એકઝામની તૈયારી માટે વાચક વર્ગના સૂચનથી રૂપિયા ઓગણચાલીસ હજાર ના પુસ્તકોની પણ ખરીદી કરવામાં આવેલ છે.તેમજ ગ્રંથાલય ઊપર દરેક ભાષાના પૂસ્તકોની કુલ સંખ્યા ૫૪,૦૦૦/- થી પણ વધુ રહેલ છે અને પ્રતિવર્ષ ૪૦૦ જેટલા પુસ્તકોનો વધારો કરવામાં આવે છે.અને ગ્રંથાલય સવારે ૮:૩૦ વાગ્યાથી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી ખુલ્લુ રહે છે અને ગ્રંથાલય ઉપર ૧૦૦ થી વધારે વાચક સભ્યોની નિયમિત રીતે હાજરી હોય છે અને ગ્રંથાલયમાં ૧૫ વર્ષથી નીચેની ઉમરના બાળકોને સભ્ય બનવા માટે કોઈ લવાજમની રકમ ભરવાની નથી અને બાળકોમાં વાંચનને મહત્વ અને પ્રોત્સાહન મળે તેવા હેતુથી જ લવાજમ ફી રાખેલ નથી અને પુસ્તક પ્રદર્શનમાં આવનાર ૧૫ વર્ષથી નીચેના બાળકોને સભ્ય બનાવવાના ઉમદા હેતુથી જ પોરબંદર શહેરની કુલ ૨૦ પ્રાથમિક શાળાઓને પુસ્તક પ્રદર્શનની જાણ કરી વિધાર્થીઓને લઈ આવવા નિમંત્રણ પણ પાઠવેલ જે અંતર્ગત રૂપાળીબા કન્યા શાળાના બાળકો સ્ટેટ લાયબ્રેરી ની મુલાકાત લીધી હતી .