સુભાષ નગર માં લાયન્સ કલબ પોરબંદર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ
લાયન્સ કલબ પોરબંદર લાયન્સ કલબ પોરબંદર બાપુ,લાયન્સ કલબ પોરબંદર પ્રાઈડ,જિલ્લા આરોગ્ય વિભાગ તથા વન વિભાગ ના સંયુક્ત ઉપક્રમે તા.16-01-2024 મંગળવારના રોજ સર્વરોગ નિદાન નિ:શુલ્ક નિદાન કેમ્પ હનુમાન ચોક,જ્ઞાતિની ડાયરી,સુભાષનગર ખાતે રાખવામાં આવેલ .
પોરબંદર જિલ્લા તબીબી અધિકારી ડો. કરમટા સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સર્વરોગ નિદાન નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો, લાયન્સ કલબ પોરબંદર લાયન્સ કલબ પોરબંદર બાપુ,લાયન્સ કલબ પોરબંદર પ્રાઈડ,જિલ્લા આરોગ્ય વિભાગ તથા વન વિભાગ તમામ સંસ્થાઓ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કરમટા સાહેબનો આભાર વ્યક્ત કરેલ.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય તથા આવેલા મહાનુભાવો તેમજ કેમ્પમાં સેવા આપવા આવેલ ડોક્ટર્સ શ્રીની આરોગ્ય ટીમ સાથેના પુષ્પ ગુચ્છ થી સ્વાગત સાથે પરિચય આપી કેમ્પ શરૂ કરવામાં આવેલ.
ફેફસાં,આંતરડા તથા સ્કિન રોગોના દર્દીઓને જે તે રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસી જરૂર જણાઈ તેવા દર્દીઓને પાંચ દિવસ ની દવા પણ ત્યાંથી વિના મૂલ્યે આપવામાં આવેલ.
કેમ્પમાં કુલ 345 દર્દીઓની નિશુલ્ક તપાસ કરવામાં આવેલ હતી. અને આયુષ્યમાન કાર્ડ 50 અને આભા કાર્ડ 66 વિનામૂલ્યે સ્થળ ઉપર થી કાઢી આપવામાં આવેલ.
તેમજ દર્દીઓને સરકાર તરફથી તદન નિ:શુલ્ક તબીબી સારવાર માટે ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ તથા આભા કાર્ડ પણ વિના મૂલ્યે કાઢી આપવામાં આવેલ.
લાયન કરસનભાઈ સલેટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માં ખૂબ જહેમત ઉઠાવી હતી,પછાત વિસ્તારમાં ખાસ કરીને ગરીબી અશિક્ષિત લોકોમાં અમુક કારણોસર તબીબી સહાય લેવા પણ જાગરૂકતા ના હોય તેવા સંજોગોમાં એક આવું સારું કાર્ય કરવું એ મહેનત માંગી લે તેવી ઘટના છે.
લાયન સંજયભાઈ માળી દ્વારા જરૂરિયાત મંદ લોકોને આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ પણ કોઈપણ જાતની મુશ્કેલી વિના સરળતાથી મળી રહે તે પ્રમાણે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, લાયન સિનિયર મોસ્ટ ડો સુરેશભાઈ ગાંધી સાહેબ,લાયન કરસન ભાઈ સલેટ,લાયન વ્રજલાલ સામાણી,લાયન જયેન્દ્રભાઈ હાથી,લાયન નિલેશભાઈ ખોખરી, લાયન હિતેશ દત્તાણી, લાયન ભાવનાબેન છેલાવડા, લાયન ભારતી બેન વ્યાસ, વર્ષા બેન ગજ્જર,જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડો. કરમટા સાહેબ,ભાવસિંહજી હોસ્પિટલ ,પોરબંદરના ઈન ચાર્જ સિવિલ સર્જન ડો.તિવારી સાહેબ,રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરુણભાઈ સરવૈયા,રેન્જ ફોરેસ્ટ ઓફિસર રૂબિના બેન તેમજ કેમ્પમાં સેવા આપવા આવેલ ડો.ભાવના ભાંભોર, ડર્મોલોજિસ્ટ ,ડો.નરેશ જોશી,જનરલ સર્જન, ડો.ફેનીલ તાકોદ્રા, ગાયનોકોલોજિસ્ટ, ડો.રોનક ગોંડલિયા,પીડિયાટ્રીશિયન, ડો. ઋચિતા ગોસ્વામી,મેડિકલ ઓફિસર, એન.સી.ડી.સેલ,હેતલબેન પરમાર,કાઉન્સેલર, કંચનબેન ગરચર,સ્ટાફ નર્સ,સોનલ વેગડા,સ્ટાફ નર્સ તથા અન્ય મહાનુભાવો હાજર રહેલ હતા.
આજે સરકાર દ્વારા આરોગ્યને લગતી ખૂબ સારી સુવિધા આપવામાં આવે છે,પરંતુ અમુક પછાત વિસ્તારમાં અજ્ઞાનતા ને કારણે માંદગી સમયે હજુ પણ બીજા ફાલતુ ઉપાયો અજમાવવા માં આવે છે,જે જીવન માટે અને સમાજ માટે નુકશાન કારક બની રહે ત્યારે લોકોમાં આરોગ્ય પ્રતિ જાગરૂકતા આવે અને સારવાર માટે આગળ આવે તે હેતુથી લાયન્સ ક્લબ પોરબંદર આવા નિશુલ્ક કેમ્પ યોજી એક માનવતાવાદી કાર્ય માં હંમેશા અગ્રેસર રહ્યું છે,લાયન્સ ક્લબ પોરબંદર ના પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડીયા એ લોકોમાં અપીલ કરી છે,કોઈપણ વિસ્તારમાં આવા નિશુલ્ક નિદાન કેમ્પ યોજવા ના થતા હોય તો અમારો સંપર્ક સાધવા વિનંતી છે.તેમ લાયન્સ કલબ ના પ્રમુખ નિધિ શાહે જણાવ્યું હતું