શ્રી જીએમસી સ્કુલ ખાતે 75 માં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી

શ્રી જીએમસી સ્કુલ ખાતે 75 માં
પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ અને જીએમસી સ્કુલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રીઓ અરજણભાઈ ખીસ્તારીયા અને નવઘણભાઈ મોઢવાડીયા, જી એમ સી સ્કૂલ ટ્રસ્ટી દેવાભાઈ ભુતિયા અને આચાર્ય પ્રતાપ ઓડેદરા સાથે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.
અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીગણ તથા આમંત્રિક મહેમાનો અને ટીચર સ્ટાફ સાથે રાષ્ટ્રધ્વજ કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓ દ્વારા ધામધૂમથી અને સુંદર માર્ચ પાસ્ટ સાથે દિવસની ઉજવણી કરેલ આ દિવસ સન્માન અને ગર્વ હતો. શ્રદ્ધાંજલિ આપવાનો અને તે બધા દેશભક્ત નાયકોને યાદ કરવાનો દિવસ જેમણે સ્વતંત્રતા માટે પોતાનો જીવ આપ્યો અને અન્ય લોકો જેમણે અમને લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યોને મૂર્તિમંત કરતું એક મજબૂત બંધારણ આપવામાં યોગદાન આપ્યું.
જી એમ સી સ્કૂલ ના વિદ્યાર્થી એ સુંદર સ્ટેજ સંચાલન કરેલ હતું અને શિક્ષક ગણ અને એડમીન સ્ટાફે એ ભારે જહેમત ઉઠાવી હતી.
