પોરબંદર ના સુતરવાડા માં પોલીસ દ્વારા વેપારીઓ ને માસ્ક પહેરવા બાબતે બિન જરુરી હેરાન ગતિ કરવામાં આવતા વેપારીઓએ હડતાલ : એસ પી ની ખાતરી બાદ મામલો થાળે પડ્યો
વેપારીઓ એ સજ્જડ બંધ પાડ્યું હતું
ચેમ્બર ઓફ કોમર્સ અને કોંગ્રેસ ના આગેવાનો સુતરવાડા માં દોડી ગયા હતા
એસ પી ને રજુઆત કરતા એસપી એ પોલીસ ખોટી રીતે હેરાન નહિ કરે તેવી સ્ટાફને સૂચના આપી
કોરોના મહામારી સામે લડવા સરકાર દ્વારા માસ્ક નો કાયદો લાગુ પાડવામાં આવ્યો છે.પરન્તુ ગઈ કાલે 4 જૂન ના રોજ પોરબંદર માં સુતરવાડા વિસ્તારમાં વેપારીઓને માસ્ક બાબતે ખોટી રીતે કનડગત કરતા વેપારિઓ એ હડતાળ પાડી દુકાનો બંધ રાખી હતી .વેપારી ઓ એ એસ પી ને રજુઆત કરતા આ બાબતે પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ ને ખોટી રીતે પબ્લિક ને હેરાન ન કરવા સુચના આપવાની ખાતરી આપી હતી અને આજે વેપારીઓ એ દુકાનો ખોલી હતી
પોલીસ ખોટી રીતે દંડ વસુલી કરે છે :ચેમ્બર ઓફ કોમર્સ
પોરબંદર માં સુતરવાડા વિસ્તારમાં માસ્ક બાબત માં ખોટી રીતે પોલીસે વેપારીઓ ને દંડ કરતા વેપારી ઓ ના ટોળે ટોળા ઉમટી ગયા હતા અને ધંધા રોજગાર બંધ કરી હડતાલ જાહેર કરી હતી ચેમ્બર ઓફ કોમર્સ ના જીગ્નેશ કારીયા એ પણ પોલીસ પર રોષ વ્યકત કર્યો હતો કે પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી વેપારી આગેવાન અનિલ કારીયા પણ પોલીસ પર લાલ ઘુમ થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે વેપારીઓ જાણે ચોર હોય તેવી રીતે વેપારીઓ ને હેરાન કરવામાં આવે છે અને પોલીસ દ્વારા હેરાન ગતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી .જ્યારે આ બાબતે પોલીસ વડા રવિ મોહન સૈની એ પોલિસ સ્ટાફ ને ખોટી રીતે પબ્લિક ને હેરાન ન કરવાની સૂચના આપી હતી ત્યાર બાદ વેપારીઓએ આજે વેપાર ધંધા ખોલ્યા હતા
વેપારી ઓ ની કનડગત બાબતે કોંગ્રેસ આગેવાનો પણ દોડી ગયા
સુતરવાડા માં પોલીસ દ્વારા માસ્ક બાબતે ખોટી રીતે વેપારીઓ ને હેરાન કરવામાં આવતા કોંગ્રેસ આગેવાન રામદેવ મોઢવાડીયા અને નાથાભાઇ ઓડેદરા પણ દોડી ગયા હતા અને વેપારીઓ ને ખોટી રિતે હેરાન કરવામાં ન આવે તથા વેપારીઓની સાથે હોવાનું જણાવ્યું હતું.