ગ્રીષ્મોત્સવ-2023માં રાજ્ય કક્ષાની વાર્તા લેખન અને અભિવ્યક્તિની સ્પર્ધામાં પોરબંદરની શાળાના આચાર્ય પ્રથમ
પોરબંદરની શ્રી રૂપાળીબા કન્યા શાળાના આચર્યા ડૉ પ્રીતિબેન કોટેચાની વાર્તા માં GIET ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા ગ્રીષ્મોત્સવ -2023 માં રાજ્ય કક્ષાની વાર્તા લેખન અને અભિવ્યક્તિની સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની. આજરોજ તેમનું નિયામક શ્રી રાવલ સાહેબના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આજે ત્યાંના સ્ટુડિયોમાં પ્રીતિબેનની બાળવાર્તા અને બાળગીત નું રેકોર્ડીંગ કરવામાં આવ્યું. જેનું પ્રસારણ આવતા સમયમાં બાયસેગ, ડી ડી ગિરનાર,અને યુ ટ્યુબ ના માધ્યમ થી પ્રસારિત થતા બાળકોને તેં ઘણી ઉપયોગી થશે.
ડૉ પ્રીતિબેનની બાળવાર્તાને આ અગાઉ પણ ગુજરાતમાં દ્વિતીય સ્થાન મળ્યું છે. તેઓ છેલ્લા 20 વર્ષથી બાળકો માટે બાળગીત,બાળવાર્તા,
બાળ જોડકણાં અને બાળનાટકો લખે છે.બાળગીત માં તેમનું પુસ્તક ‘રંગીલા પતંગિયા’ અને બાળવાર્તાના બે પુસ્તકો ‘જંગલ લોક ડાઉન’, તથા ‘મિંડાની વાર્તા’
પ્રકાશિત થયા છે. તેમની ઘણી વાર્તાઓ આકાશવાણી રાજકોટ પરથી બાળસભામાં રજૂ થઈ છે.આ અવસરે ડૉ પ્રીતિબેન કોટેચાને શિક્ષણજગત,ઘર તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.