પોરબંદર જિલ્લા NSUI દ્વારા રાજીવ ગાંધી કપ-૨૦૨૧ નું આયોજન

જિલ્લા NSUI વિદ્યાર્થીઓના પ્રશ્ને સતત કામ કરતુ સંગઠન છે વિદ્યાર્થીઓ માટે અવનવાર કંઇક ને કંઇક તેમની લગતી પ્રવૃત્તિઓ કરી તેમનામા રહેલું ટેલેન્ટ બહાર લાવવા પ્રયાસ કરતુ હોય છે ત્યારે આજે વિદ્યાર્થીઓમા ખેલ ભાવના જાગે અને તેમના જે ટેલેન્ટ છુપાયેલું રહેલું છે તેમને બાર લાવવાના પ્રયાસરૂપે આંતર શાળા/કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીની સ્મૃતિમાં રાજીવ ગાંધી કપ-૨૦૨૧ નું આયોજન કર્યું હતું…
પોરબંદરના વિદ્યાર્થીઓમા ક્યાંક ને કયાક જે અંદર ટેલેન્ટ છુપાયેલું છે જે ટેલેન્ટ આજે ચુસ્ત અવસ્થામાં હોય ત્યારે તેમને બહાર લાવવા દેશમાં સૌથી પ્રિય રમત ક્રિકેટ છે જેમાં જવા માટે ઘણા યુવાનોના સપના હોય છે ત્યારે તેવા યુવાનોને પ્લેટફોર્મ પુરુ પાડવા આ આયોજન કરવામા આવ્યું છે અગાઉ પણ ઘણા યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ પોરબંદર તરફ થી રમી ચુકયા છે હાલ પણ યુવા જયદેવ ઉનડકટ જેવા આંતર રાષ્ટ્રીય ક્રિકેટર પોરબંદરે આપ્યો છે ત્યારે હજુ પણ પોરબંદરના યુવાનોમાં ઘણુ ટેલેન્ટ છુપાયેલું હોય ત્યારે તે ટેલેન્ટ બહાર લાવવા આ આયોજન કર્યું હતું..
આ ટુર્નામેન્ટમાં પોરબંદરની શાળા/કોલેજોની 14 ટીમોએ ભાગ લીધેલ છે, આજે ઉદઘાટન પ્રસંગે વરિષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, સંદિપભાઈ ઓડેદરા, શહેર પ્રમુખ પરિમલભાઈ ઠક્કર, ધર્મેશ પરમાર, કમલેશભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા
આ ટુર્નામેન્ટની સંપૂર્ણ જવાબદારી જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ અને તેમની ટીમના ઉમેશરાજ બારૈયા, કુણાલ રજવાડી, સુરજ રેણુકા, જયદિપ સોલંકી,જય ઓડેદરા,યશ ઓઝા વગેરે ઉઠાવી હતી સુંદર આયોજન બદલ મહેમાનો દ્વારા NSUI ટીમને અભિનંદન પાઠવ્યા હતા.. પ્રથમ મેચ ડો.ગોઢાણિયા It કોલેજ અને વી જે મોઢા કોલેજ વચ્ચે રમાઇ હતી… જેમા વી જે મોઢા કોલેજ વિજેતા થઇ હતી

