શ્રી રામદેવજી મહારાજ મિત્ર મંડળ- પોરબંદર દ્વારા જન્માષ્ટમી નિમિતે રાશન કીટનું વિતરણ
શ્રી રામદેવજી મહારાજ મિત્ર મંડળ- પોરબંદર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દાતાશ્રી ઓ તરફથી જરુરીયાતમંદ કુટુંબી ઓ ને રાશન કિટ ( અનાજ ) ત્રણસો થી ચારસો લોકો ને આપવા મા આવ્યા હતા હાલ ની સ્થિતિ ના લોકો આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને મંદીનો માહોલ હોય ત્યારે લોકો ઘર કેમ ચલાવવું તે માટે તેમને થોડી મદદ મળી રહે તે માટે શ્રી રામદેવજી મહારાજ મિત્ર મંડળ દ્વારા રાશન ની કિટ આપવામાં જે આગેવાનો એ જહેમત ઉઠાવી હતી તેમાં શ્રી રવિભાઇ જેઠાભાઇ મોદી – માજી ઉપ પ્રમુખ શ્રી ખારવા જ્ઞાતિ, મધુભાઇ મેપાભાઇ ખોખરી – ખારવા સમાજ આગેવાન, વિનુભાઈ કાના બાદરશાહી – પુવૅ ઉપપ્રમુખ પોરબંદર ખારવા જ્ઞાતિ, પ્રદીપભાઈ મધુભાઈ ખોખરી – માજી પટેલ ખારવા સમાજ, દીપકભાઈ કરસન જુંગી – માજી પટેલ ખારવા સમાજ, પ્રવીણભાઈ ધનજીભાઈ કોટિયા – સામાજિક કાર્યકર, વિશાલભાઈ બાબુભાઈ મઢવી પૂર્વ પટેલ પોરબંદર ખારવા સમાજ, હિરેનભાઈ નરસિંહભાઈ લોઢારી – પટેલ શ્રી ખારવા સમાજ પોરબંદર, અનિલભાઈ મોતી વરસ- પૂર્વ પટેલ પોરબંદર ખારવા સમાજ, રામજીભાઈ ભીમજીભાઈ ગોહેલ – પૂર્વ પટેલ ખારવા સમાજ, ગોપાલભાઈ હીરાભાઈ લોઢારી – સામાજિક કાર્યકર વર્ષો થી સેવા કરતા આગેવાનો એ અવિરતપણે સેવાઓ ચાલુ રાખી લોકો ને મદદગારી કરી હતી