7મી જાન્યુઆરીએ શ્રી વૈષ્ણવ સાધુ (બા.વૈ)સમાજ ( પોરબંદર)નો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાશે

7મી જાન્યુઆરીએ શ્રી વૈષ્ણવ સાધુ (બા.વૈ)સમાજ ( પોરબંદર)નો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાશે
પોરબંદર જિલ્લામાં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તમામ પરિવારજનો સામાજિક પરિચય કેળવાય તે હતુસર પોરબંદર જિલ્લામાં રહેતા તમામ વૈષ્ણવ સમાજના પરિવારજનો ના ભવ્ય સ્નેહમિલન સમારોહ નું આયોજન આગામી સાત જાન્યુઆરી 2024 ના રોજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા પોરબંદર જિલ્લાના તમામ વૈષ્ણવ સાધુ સમાજના પરિવારજનોને વૈષ્ણવ સાધુ સમાજ આયોજન સમિતિ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.
શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા આગામી તારીખ 7 1 2024 ના રવિવારના રોજ સાંજે ચાર કલાકે શ્રી સોરઠીયા ધોબી સમાજની વાડી બિરલા હોલ રોડ પોરબંદર ખાતે યોજાનાર છે જેમાં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ આયોજન સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ચાર કલાકથી શરૂ થનાર કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય હનુમાન ચાલીસા ના પાઠ તથા વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર તેમજ રામ મંદિરના સંઘર્ષ વિશે વક્તવ્ય નું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ કાર્યક્રમ અંગે ભાવ પ્રતિભાવ સૂચન અને ત્યારબાદ રાસ ગરબા સાથે ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે.વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર આયોજન સમિતિ દ્વારા પોરબંદર જિલ્લાના તમામ વૈષ્ણવ સાધુ સમાજના પરિવારજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
