વી.જે.મોઢા કોલેજના વિદ્યાર્થીઓએ પોરબંદર માહિતી કચેરીની કામગીરી વિશે જાણકારી મેળવી

સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને લોક જાગૃતિ અંગે સમાજકાર્યના વિધાર્થીઓને માહિતી અપાઇ
પોરબંદર તા.૧૩, વી.જે.મોઢા કોલેજના વિદ્યાર્થીઓએ પોરબંદર જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધી હતી. માહિતી કચેરી દ્રારા સરકારની ફ્લેગશીપ યોજનાઓ સહિતની જન કલ્યાણલક્ષી યોજનાઓ વિવિધ મીડિયાના માધ્યમથી કઇ રીતે છેવાડાના પરિવાર સુધી પહોચે છે તેની વિસ્તૃત જાણકારી આપી સોશ્યલ મીડિયા અને પરંપરાગત માધ્યમો દ્રારા કરાતા પ્રચાર-પ્રસાર વિશે વિધાર્તીઓ સાથે સંવાદ કરાયો હતો.
જિલ્લા સેવાસદન-૨ ખાતે આવેલા જિલ્લા માહિતી કચેરીની સમાજકાર્ય વિભાગના પ્રથમ વર્ષના વિધાર્થીઓએ મુલાકાત લીધી હતી. ફિલ્ડ વર્કના ભાગરૂપે સમાજકાર્ય વિભાગના વિધાર્થીઓને જુદી-જુદી સંસ્થાની મુલાકાત લઇ કચેરીની કામગીરીની માહિતી મેળવવાની હોય છે તેમ વિધાર્થીઓ સાથે આવેલા આસી. પ્રોફેસર ઉર્મિલાબેન પાનખાણીયા અને આસી. પ્રોફેસર કૈાશિકભાઇ સાદીયાએ જણાવ્યુ હતુ. માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવતે માહિતી કચેરીની કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી પ્રેસનોટ, ખાસલેખ, સાફલ્યગાથા, પરંપરાગત માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર, સોશ્યલ મિડીયા info Porbandar GoG તથા Gujarat information દ્રારા પ્રચાર-પ્રસાર, ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર તથા સમયાંતરે પ્રકાશિત થતા ગુજરાતના મેળા, લોક સંસ્કૃતિ સહિત પુસ્તિકાઓ, સરકારની ફ્લેગશીપ યોજનાઓ, પ્રેસ કોન્ફરન્સ વગેરે સંપાદન વિભાગ દ્વારા થતી કામગીરીની જાણકારી આપી હતી.
