શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાએ બાળ પ્રતિભા શોધ અને કલા મહાકુંભમાં વિજેતા થયા
કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી પોરબંદર સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ અને જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ તથા બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાની વિવિધ સ્પર્ધાનું આયોજન આજ રોજ તા. 19.12.23 ને મંગળવારે તાજાવાલા વાડી, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભોરાસર સીમ શાળા રાણાવાવની વિધાર્થી ભુવા ઉર્વશી, કુછડિયા અશ્મિ, ઘુમલિયા પૂજા, શિંગડિયા રવી, ઓડેદરા દિયા એ ઉત્સાહભેર ભાગ લીધેલ છે.
તે પૈકી ભુવા ઉર્વશી સુભાષભાઈ એ કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધમાં એકપાત્રીય અભિનયમાં જિલ્લા કક્ષા એ પ્રથમ નંબર, ઓડેદરા દિયા કમલેશભાઈ એ બાળ પ્રતિભા શોધમાં વકતૃત્વ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ બીજો નંબર, શિંગડીયા રવી ટપુભાઈએ બાળ પ્રતિભા શોધમાં લોકવાદ્ય સંગીતમાં જીલ્લા કક્ષાએ ત્રીજો નંબર, કૂછડિયા અશ્મિ રશેષભાઈ એ બાળ પ્રતિભા શોધમાં નિબંધમાં જીલ્લા કક્ષાએ ત્રીજો નંબર મેળવતા શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વિજયભાઈ જમરિયા એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.