શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી પોરબંદર NSUI વેલેન્ટાઇન દિવસની અનોખી ઉજવણી કરી

શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી પોરબંદર NSUI વેલેન્ટાઇન દિવસની અનોખી ઉજવણી કરી, શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓની સાફ-સફાઇ કરી

તંત્ર મહાનુભાવોની મૂર્તિઓ સ્થાપી દે છે પછી જાળવણી કરતું નથી,જન્મજયંતિ અને પુણ્યતિથિ પર જ મહાનુભાવો યાદ આવે છે – પોરબંદર NSUI

૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો પર્વ આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યામાં ઉજવાતા હોય છે ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાનો આપ્યા છે તેવા મહાનુભાવોને આજે યાદ કરી પોરબંદર જિલ્લામાં જેટલી પણ મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે.આ પ્રતિમાઓમાં ધૂળો ભરાઈ ગઈ હોય ત્યારે તેમને પાણી વડે વ્યવસ્થિત ધોઈને સાફ-સફાઇ કરી પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી આજના દિવસની ઉજવણી..નગરપાલિકા શહેર મુખ્ય માર્ગો અને જગ્યાઓ પર સ્મારકો બનાવી આપી છે પછી જ્યારે એમની જાણવણી વાત આવે તો તેમા નગરપાલિકાનું કામ શુન્ય છે, જેટલી પણ પ્રતિમાઓ સ્થાપવામા આવી છે તે હાલ આપણે જોયે તો ધૂળો ભરાઈ ગઇ છે, અમુક પ્રતિમાઓના કલરો નીકળી ગયા છે. તો નગરપાલિકા પોતાની જવાબદારી સમજી આ પ્રતિમાઓની વ્યવસ્થિત સાફ-સફાઇ થાય તેમની જાળવણી થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરે.. જો તેમની સાફ-સફાઇ અને જાળવણી વ્યવસ્થિત થશે તો પોરબંદરની પણ શોભા વધશે
તા.૧૪/૨/૨૦૧૯ ના રોજ પુલાવા ખાતે આતંકી હુમલામાં દેશના ૪૪ વીર જવાનો શહીદો થયા છે તેમને આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી ૨ મિનિટનું મૌન પાડીને તેમને યાદ કરી પોરબંદર જિલ્લા NSUI ટીમે નમન કરયુ..પક્ષપાત ભૂલી તમામ પ્રતિમાઓની સાફસફાઇ કરી હતી જેમાં ભાજપ પક્ષના પંડિત દિનદયાળ ઉપાધ્યાય શ્યામપ્રસાદ મુખરજીનો પણ સમાવેશ NSUI ટીમે કર્યો હતો.દેશ ભક્તિથી મોટો કોઈ પ્રેમ નથી હોતો. જય હિંદ
ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,શહેર પ્રમુખ જયદિપ સોલંકી,રાજ પોપટ,પાર્થ ઉનડકઠ,આકાશ કારિયા,યશ ઓઝા,દિવ્યેશ સોલંકી,હર્ષ ભટ્ટ,પુનિત વારા,ચિરાગ ડાભી સહિત હાજર રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!