છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મ જયંતી નિમિત્તે પોરબંદરના રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠન દ્વારા પુષ્પાંજલિ

આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મ જયંતી નિમિત્તે પોરબંદરના રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પમાળા તથા પુષ્પો અર્પણ કરી તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને છત્રપતિ શિવાજી મહારાજના પ્રેરણાત્મક જીવનથી બોધ લઈને તેની આદર્શ રાષ્ટ્રવાદી વિચારધારાને ચરિતાર્થ કરી માતૃભૂમી અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે કટીબદ્ધ રહી કાર્ય કરવા રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો.

તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સ્વચ્છ કરી તેમનાં નામની તખ્તીનું સમારકામ પણ રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં સંયોજક અને રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!