બ્લોકને કારણે 2 માર્ચની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ઉત્તર-પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં ફુલેરા-માદર વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા તેના નિર્ધારિત રૂટ મારવાડ જંકશન-અજમેર-ફૂલેરા જંક્શનને બદલે બદલાયેલા રૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-મેડ઼તા રોડ જંકશન-ફૂલેરા જંકશનથી ચાલશે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!