ધારા કડીવારની હત્યા કેસમાં આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરતો પોરબંદર કોળી સમાજ
કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી


ચુંવાળીયા કોળી સમાજ પોરબંદર અને પોરબંદર ઠાકોર સેના દ્વારા ધારાના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી
જુનાગઢમાં કોળી સમાજની દિકરી ધારાબેન કડીવારની સુરજ ભુવા અને તેના સાગરીતો દ્વારા દુઃખદ હત્યા કરવામાં આવી છે. ત્યારે આ બાબતે આજે ચુંવાળીયા કોળી સમાજ પોરબંદર અને પોરબંદર ઠાકોર સેના દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે જુનાગઢ ધારાબહેન વિનોદભાઈ ઉર્ફે કાળુભાઈ કડીવાર અને કોળી સમાજની દિકરીનું જુનાગઢના સુરેશ ભુવા અને તેમના સાગરીતો ધ્વારા હત્યા કરી નાખી છે તે હત્યારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે. આવેદનપત્રમાં રજુઆત કરાઈ છે કે હત્યારાઓ ધર્મના નામ પર બહેન દિકરીઓ, ભોળી ધાર્મિક જનતાનું શારીરિક અને આર્થીક શોષણ કરતા સુરેશ ભુવા અને તેમના સાગરીતોને કડકમાં કડક સજા થવી જોઈએ. સાથે જ આ કેસની ટ્રાયલ ઝડપી થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે. ધારાબહેન હત્યા કેસની ટ્રાયલ ચલાવવા માટે સરકારી વકીલની અલગથી નિમણુંક કરવામાં આવે અને આરોપી સરેશ ભુવા અને તેની ગેંગના માણસો આચારવામાં આવેલ તમામ સુધીના ગુન્હાઓની તપાસ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરી વિજીલન્સ ટીમ ધ્વારા કરાવવામાં આવે અને ધારાબહેનના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી ગુજરાત સરકાર કાર્યવાહી કરે.
કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા ધારાબેનના પરિવાર અને કોળી સમાજને મદદ કરવી જોઈએ. તેમજ સુરજ ભુવા તેમજ તેના મળતીયા યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોષી, સંજય સોહેલિયા, મિત શાહ, મોના શાહ, જુગલ શાહ ધર્મના નામે ધતિંગ કરી આવી બહેન દીકરીઓને ફસાવે છે અને આવી અંધશ્રદ્ધા ફેલાવી લોકોને અંધશ્રદ્ધામાં ધકેલે છે. આવા રાક્ષસોથી સમાજને બચાવવા માટે તેમને દાખલારૂપ સજા થાય તે માટે સરકારે તમામ પ્રયત્નો કરવા જોઈએ.
