ભાવનગર મંડલની 6 ટ્રેનોને ભાણવડ સ્ટેશને અને 5 ટ્રેનોને વાંસજલિયા સ્ટેશને વધારાનો સ્ટોપ મળ્યો

ભાવનગર મંડલની 6 ટ્રેનોને ભાણવડ સ્ટેશને અને 5 ટ્રેનોને વાંસજલિયા સ્ટેશને વધારાનો સ્ટોપ મળ્યો
રેલ્વે મંત્રાલયના આદેશ મુજબ, 18.10.2022 થી આગામી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડલની 11 ટ્રેનોના વધારાના સ્ટોપેજ ભાણવડ અને વાંસજલિયા સ્ટેશનો પર આપવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ભાણવડ સ્ટેશન પર રોકાતી ટ્રેનો

  1. મુઝફ્ફરપુરથી (16.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર – પોરબંદર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર (18.10.2022 થી) આગમનનો સમય 12.24 કલાકે અને પ્રસ્થાનનો સમય 12.25 કલાકે છે.
  2. પોરબંદરથી (20.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનો સમય 20.13 કલાકે અને પ્રસ્થાનનો સમય 20.14 કલાકે છે.
  3. પોરબંદરથી (19.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 12905 પોરબંદર – શાલીમાર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 09.26 કલાકે અને પ્રસ્થાનનો સમય 09.27 કલાકે છે.
  4. શાલીમાર સ્ટેશનથી (21.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 12906 શાલીમાર – પોરબંદર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 14.14 કલાકે અને પ્રસ્થાનનો સમય 14.15 કલાકે છે.
  5. પોરબંદરથી (18.10.2022 થી) ઉપડનારી ટ્રેન નં.20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લાનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 20.15 કલાકે અને પ્રસ્થાનનો સમય 20.16 કલાકે છે.
  6. દિલ્હી સરાય રોહિલ્લા થી (20.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસનો ભાણવડ સ્ટેશન પર આગમનનો સમય 07.37 કલાકે અને પ્રસ્થાનનો સમય 07.38 કલાકે છે.
    વાસજાલિયા સ્ટેશન પર રોકાતી ટ્રેનો
  7. પોરબંદરથી (21.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 12949 પોરબંદર – સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 09.33 કલાકે અને પ્રસ્થાનનો સમય 09.34 કલાકે છે.
  8. પોરબંદરથી (25.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 19202 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 01.12 કલાકે અને પ્રસ્થાનનો સમય 01.13 કલાકે છે.
  9. પોરબંદરથી (20.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 20910 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 19.02 કલાકે અને પ્રસ્થાનનો સમય 19.03 કલાકે છે.
  10. કોચુવેલીથી (23.10.2022 થી) ઉપડનારી ટ્રેન નંબર 20909 કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 06.10 કલાકે અને પ્રસ્થાનનો સમય 06.11 કલાકે છે.
  11. પોરબંદરથી (18.10.2022 થી) ઉપડનારી ટ્રેન નં.20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લાનો વાસજાલિયા સ્ટેશન પર આગમનનો સમય 19.57 કલાકે અને પ્રસ્થાનનો સમય 19.58 કલાકે છે.
    માશૂક અહમદ
    વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક
    ભાવનગર પરા
Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!