સ્કુલ વાહનોમાં સરકારના નિયમોનું પાલન કરાવવા વિધાર્થી આગેવાનની RTO ઓફિસરને રજૂઆત,

સ્કુલ વાહનોમાં સરકારના નિયમોનું પાલન કરાવવા વિધાર્થી આગેવાનની RTO ઓફિસરને રજૂઆત, સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવા જણાવાયું..

થોડા દિવસ પહેલા રાજકોટ ગેમ ઝોનમાં જે બનાવ બન્યો તે સૌ માટે હ્રદય કંપાવી ઉઠે તેવી ઘટના હતી, આ ઘટનામાં મૃત્યુ પામેલ સૌને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત..
શાળા/કોલેજોમાં આગામી ૧૫ દિવસમાં ઉનાળું વેકેશન પુરુ થઇ રહ્યું છે, શાળા/કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થશે. નવા સત્રનાં પ્રારંભે જ બાળકો સ્કુલ વાહનોમાં મુસાફરી કરતા હોય છે આ સ્કુલ વાહનો ખરેખર સરકારશ્રીના નિયમો મુજબ ચાલે છે કે કેમ તેમની જવાબદારી શાળા તેમજ RTO ની હોય છે. રાજકોટના બનાવ બાદ કોઇ બીજી ઘટના ભવિષ્યમાં ના બને તે માટે સરકાર દ્વારા પણ તકેદારી અને પગલાં લેવામાં આવી રહ્યા છે, તેથી પોરબંદરમાં પણ કોઇ અનિશ્ચિય ઘટના બને નહિ તેથી તકેદારી રાખવી જરૂરી છે. આજ રોજ વિધાર્થી આગેવાન કિશન રાઠોડ દ્વારા RTO અધિકારીશ્રી કે.જી.જાડેજા સાહેબને જણાવ્યું હતુ કે ૧૫ દિવસ બાદ શાળા/કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ થાય છે, શાળા/કોલેજોમાં જે સ્કુલ વાહનો હોય છે તે સરકારશ્રી દ્વારા જે પરિપત્રો આપવામાં આવ્યા છે તેમનું તે પાલન કરે છે કે નહિ તેમની તપાસ કરવામાં આવે તેમજ તમામ સ્કુલ વાહનોમાં ફાયર સેફટી, ફીટનેસ સર્ટિફિકેટ, ઇમરજન્સી બારી વગેરે નિયમો પ્રમાણે છે કે નહિ તે જોવામાં આવે. સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન કરવાર સામે પગલાં ભરવા જણાવ્યું હતુ.
ખાસ કરી CNG સ્કુલ વાહનોમાં ફાયર સેફટીને લઇને કડક પગલા ભરવામાં આવે કેમ કે CNG સ્કુલ વાન તો જીવતા બોમ્બ બરાબર છે તેમા કોઇ અનિચ્છનિય બનાવ બનશે તો મોટા જાનહાનિ થઇ શકે છે, CNG રિક્ષા, બસો તેમની હર વર્ષે ફાયર સેફટીને લઇને તપાસ કરવામાં આવે, તેમનુ ચેકિંગ હાથ ધરવામાં આવે. તેમના ફિટનેસ સર્ટીફિકેટ યોગ્ય જણાયા બાદ જ તેમનું પાસિંગ કરવામાં આવે.
વેકેશન પુરુ થાય પહેલા તમામ શાળા/કોલેજનાં સંચાલકો,પ્રિન્સિપાલો તેમજ શિક્ષણ અધિકારી સાહેબને આ વાત ધ્યાને મુકવામાં અને જેટલી પણ શાળામાં સ્કુલ વાહનો છે તેમની યોગ્ય તપાસ કર્યા બાદ નિયમો મુજબ છે કે નહિ તે તપાસ્યા બાદ જ તેમનું મંજુરી આપવામાં આવે તેવી માંગ વિધાર્થી આગેવાન દ્વારા કરવામાં આવી હતી.. વાલી પણ પોતાના બાળકો માટે સજાગ અને જાગૃત થઇ શાળામાં સંચાલકોને રજૂઆત કરે તેમના બાળકોને લઇને કોઇ પણ બાંધછોડ કરવામાં ના આવે તેવી વાલીઓને પણ વિનંતી છે. જે દિવસે કોઇ બનાવ બનશે તો વાલીઓ તેમના બાળકો ગુમાવી દેવાનો વારો આવશે તેથી વાલીઓ પણ જાગૃત બનો તેવી વિનંતી કરવામાં આવી હતી
RTO અધિકારી કે.જી.જોડેજા સાહેબે પણ યોગ્ય કરવા ખાત્રી આપી હતી થોડા જ દિવસોમાં તમામ શાળાના સંચાલકો સાથે મિટિંગનું આયોજન કરી સૌને તકેદારી રાખવા જણાવાશે તેમજ સ્કુલ વાહનોનાં ચાલકોને પણ કહેવામાં આવશે જો નિયમોનુંસાર નહિ ચાલે તો દંડ તેમજ કાયદેસરની કાર્યવાહી સહિત પગલા ભરતા પણ RTO અચકાશે નહિ તેવુ વિધાર્થી આગેવાન કિશન રાઠોડ અને ટીમને ખાત્રી આપી જણાવાયું હતુ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!