જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૨૯ મેના ચમ સ્કુલ ખાતે શૈક્ષણિક ભરતી મેળો યોજાશે

પોરબંદર, તા. ૨૭: પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. ૨૯ મેના રોજ ચમ સ્કુલ, પેરેડાઈઝ ફુવારા પાસે ખાતે શૈક્ષણિક ભરતીમેળાનું આયોજન કરાયું છે. પોરબંદર શહેરમાં આવેલ ચમ સ્કુલ ખાતે આયોજિત ભરતી મેળામાં રોજગાર વાંચ્છુ ઉમેદવારોને લાભ લેવા જણાવ્યું છે. પોરબંદર જિલ્લાની ૧૨ થી વધુ ખાનગી સંસ્થાઓના નોકરીદાતા તથા ICICI BANKના નોકરીદાતા હાજર રહેવાના છે. જેમાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક સ્નાતક (ગ્રેજયુએટ) અને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજયુએટ) તથા અન્ય કોઈ પણ વિષયના સ્નાતક (ગ્રેજયુએટ) અને અનુસ્નાતક(પોસ્ટ ગ્રેજયુએટ) સુધીનાં રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં વધુમાં વધુ ઉમેદવારોને ભાગ લેવા રોજગાર અધિકાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Please follow and like us:
