ઉનાળાની ગરમીમાં અકળાઈ ઉઠેલા મનો દિવ્યાંગોને બાલ દાઢી તેમજ સ્નાન કરાવી અપાઈ ઠંડક
સમય ગ્રુપ દ્વારા વધુ એક વખત બાલ દાઢી સ્નાન કરાવી તેમજ વિશિષ્ટ સેવા કાર્ય યોજાયું યુવાનોએ મેળવ્યા પરમહંસોના આશીર્વાદ*હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે ત્યારે ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગો ને બાલદાઢી કરાવવાની સાથોસાથ સ્નાન પણ કરાવ્યું હતું અને ભોજનની આ જમાડીને ડબલ ઠંડક પહોંચાડી હતી તેથી તેમની આ પ્રવૃત્તિને શહેરીજનોએ આવકારી છે.ઉનાળાની આકરી ગરમી વચ્ચે સેવાભાવી સમય ગ્રુપ દ્વારા મનો દિવ્યાંગોને બાલ દાઢી કરી અને સ્નાન કરાવી નવા કપડા પહેરાવી અને તેમને પરોઠા,સેવ ટમેટાનું શાક નું ભરપેટ ભોજન પણ કરવામાં આવ્યું હતું સમય ગ્રુપે મનો દિવ્યાંગોને એટીકેટ તૈયાર કર્યા હતા ત્યારે તેમની આ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી છે.પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા અનેક વિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ત્યારે ઉનાળા દરમિયાન ફૂટપાથ પર રહેતા મનો દિવ્યાંગો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી જેમાં તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવ્યા બાદ નવા કપડાં પહેરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ તેમને ભાવતા ભોજનીયા પણ જમાડ્યા હતા.સમય ગ્રુપ દ્વારા મનો દિવ્યાંગોને દર મહિને બાલ દાઢી સ્નાન તેમજ નવા કપડા પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છેસમય ગ્રુપના યુવાનો બારેમાસ અનેક પ્રકારના સેવાકાર્યો કરે છે તેમાં આજે ફૂટપાથ પર રહેતા મનો દિવ્યાંગોને શોધી શોધીને તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં અને ચંપલ પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવ્યા ત્યારબાદ તમામને પરોઠા સેવ ટમેટાનું શાક મસ્ત ભોજન સાથે છાશ અને પાણીની બોટલ પીવડાવીને અને દક્ષિણા પણ આપવામાં આવી હતી માનવતાનો સંદેશો આપ્યો હતો.
પોરબંદર શહેરમાં મનો દિવ્યાંગોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને બાલ દાઢી કરી નવડાવી ધોવડાવી ભોજન કરાવી નવા કપડા અને ચંપલ પહેરાવીને પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આવવાનું કામ પણ સમય ગ્રુપના સેવાભાવી યુવાનોએ દ્વારા કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ખાસ કરીને માનવ સેવા અને મૂંગા જીવો પ્રત્યેની જીવ દયા ને કારણે અનેક વિધ પ્રકારના કાર્યો સતત હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને જુદા જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે ત્યારે તેમની આ પ્રવૃત્તિને પોરબંદર વાસીઓ એ પણ બિરદાવી છે અને આવા માનવ સેવાના કાર્યો જોઈને ઈશ્વર પણ સમય ગ્રુપના યુવાનો ઉપર આશીર્વાદની વર્ષા કરતા હશે.*25/5/2024/શનિવાર*
*જય જલારામ*