રાણાવાવ માં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિ મહારાજ અને નવદુર્ગા માતાજીનો 12 મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

પોરબંદર નજીકના રાણાવાવ ખાતે આદિત્યાણા રોડ પર સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ના ગેટની સામે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે તારીખ 6 જૂન 2024 ના રોજ શ્રી શનિ મહારાજ અને નવદુર્ગા માતાજી નો 12 મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી મોતી ગીરીબાપુ ગુરુ શ્રી લલિતગીરીજી તથા પૂજારી સંગમ ગિરી અને ભક્ત મંડળ દ્વારા શ્રી શનિ મહારાજ અને નવદુર્ગા માતાજીના બારમાં વાર્ષિક મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્ય ના મંદિર તથા આશ્રમોના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાત્રિના સમયે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌ સંતો મહંતો ને સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતું અને મહંત શ્રી મોતી ગિરી બાપુ દ્વારા દક્ષિણા આપવામાં આવી હતી .સૌ ભક્તો એ સંતો મહંતો ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!