પોરબંદરની નામાંકિત શાળાઓ દ્વારા દિવાળી વેકેશનના પરિપત્રનો ઉલાળ્યો,
શાળામાં વેકેશનને લઇને પોતાની મનમાની કરનાર શાળાઓને નિયમોના પાઠ ભણાવવા વિધાર્થી નેતાની શિક્ષણ અધિકારીને રજૂઆત હાલ થોડા દિવસો પહેલા જ ખાનગી તેમજ સરકારી શાળામાં દિવાળી વેકેશનને લઇને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રાજ્યની તમામ ખાનગી-સરકારી શાળામાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમની જાણ જિલ્લાઓમાં તમામ શિક્ષણ અધિકારીને પરિપત્ર તેમજ સમાચારના માધ્યમોથી જાહેર કરવામાં આવ્યુ હતું પોરબંદરમાં ઘણી નામાંકિત ખાનગી શાળાઓ આ પરિપત્રનો ઉલાળ્યો કરી પોતાની મનમાની કરી રહી હોય તેમ લાગી રહ્યુ છે, શિક્ષણ અધિકારીથી ઉપરી હોય તેમ પોતાની મનમાની કરી રહ્યા છે, હાલ જ વાલીઓ દ્વારા વિધાર્થી નેતા કિશન રાઠોડનો સંપર્ક કરી દિવાળી વેકેશનને લઇને પોતાની મનમાની કરી રહ્યા છે તેવુ જણાવામાં આવ્યુ હતુ, નામાંકિત શાળાઓ પોતાની સ્કુલના ગ્રુપમાં મેસેજ કરી રહ્યા છે કે દિવાળી વેકેશન ૨૧ દિવસનું નહિ રહે, વેકેશન ટુંકાવી રહ્યા છે તેવા વાલીઓના ગ્રુપમાં મેસેજ કરી જાણ કરી રહ્યા છે વાલીઓ દ્વારા પુછવામાં શાળામાં પુછવામાં આવે છે ત્યારે શિક્ષણના નામે વાલીઓને સમજાવી રહ્યા છે, જે વાલીઓ વિરોધ કરી રહ્યા છે એમને એવુ કહે છે કે તનારા બાળકનું શિક્ષણ અધુરુ રહી જાશે તેુંવુ કહેવામાં આવી રહ્યુ છે. આવી નામાંકિત શાળાઓ મોંઘી મોંઘી ફી બાળકોના ભણતરની વાલીઓ પાસેથી વસૂલી રહ્યા છે તો પછી તેમનું શિક્ષણ કેમ પુરુ થતુ નથી ?? કેમ વેકેશનમાં જ આવી શાળાઓને શિક્ષણ યાદ આવે છે ?? શુ આખુ સત્ર માત્ર બાળકોને ભારી બેગો સાથે સ્કુલમાં બેસવા માટે બોલાવી રહ્યા છે ?? શા માટે વેકેશનમાં શિક્ષણ પુરુ કરવાના ગુણગાનો ગાવી રહ્યા છે ?? આજે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૧ દિવસનું દિવાળી વેકેશનની જાહેરાત કરી રહી છે તો પછી નામાંકિત ખાનગી શાળાઓ કેમ પોતાની મનમાની કરી રહી છે તેવા સવાલો વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા શિક્ષણ અધિકારી સાહેબને ટેલીફોનીક વાતચીત તેમજ પત્ર લખીને કરવામાં આવ્યો હતો, આવી નામાંકિત ખાનગી શાળાઓને નિયમોના પાઠ ભણવામાં આવે, નિયમોનુ પાલન નહિ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ ૨૧ દિવસનું પુરુ દિવાળી વેકેશન બાળકો મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી
તેનજ વાલીઓ દ્વારા દિવાળી વેકેશન દરમ્યાન કોઇ શાળાઓ શિક્ષણના નામે બાળકોને સ્કુલે બોલાવી રહ્યા છે તે તેવી શાળાઓમાં પોબંદર વિધાર્થી સંગઠન જઇને તેમનો ખુ્લ્લા પાડશે, શિક્ષણ વિભાગના પરિપત્રનું ભાન કરાવશે તેમની સામે કડક કાર્યવારી કરવા માટે શિક્ષણમંત્રી શ્રી તેમજ શિક્ષણ અધિકારી સમજ માંગ કરશે તેવું વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા જણાવાયુ હતુ