બ્રહ્મસમાજ નું ગૌરવ એવા વડોદરા લોકસભા સાંસદ ડો. હેમાંગ યોગેશભાઈ જોશી ના સન્માન સમારંભ કાર્યક્રમ

સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જય

શ્રી પોરબંદર તળપદ બર્ડાઈ બ્રાહ્મણ જ્ઞાતી પોરબંદર દ્વારા વડોદરા સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી તેમજ બર્ડાઈ બ્રાહ્મણ સમાજ અગ્રણીઓ ના વરદ હસ્તે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ સંમુખે દીપ પ્રાગટય તેમજ પુષ્પ હાર અર્પણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવેલ.

આ લોકસભા ની ચૂંટણીમાં ગુજરાત સાંસદ માં ત્રીજા નંબર ની જંગી લીડ થી વિજયી બનેલા બર્ડાઈ બ્રાહ્મણ સમાજ નું યુવા રત્ન ડૉ.હેમાંગભાઈ જોષી નું બર્ડાઈ બ્રાહ્મણ સમાજ ના પ્રમુખશ્રીઓ, મહિલા મંડળ, યુવક મંડળ, સમાજની અલગ અલગ સંસ્થાઓ તેમજ સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન કરેલ.

શ્રી પોરબંદર તળપદ બર્ડાઈ બ્રાહ્મણ સમાજ પોરબંદર ખાતે ૨6 વર્ષ થી હસતા મોઢે ફરજ બજાવતા ભરતભાઈ જોષી નું વડોદરા સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી વરદ હસ્તે શાળ તેમજ મોમેન્ટો આપી સન્માન કરેલ.

શ્રી પોરબંદર તળપદ બર્ડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સમાજ ની તમામ સંસ્થા સાથે રાખી આ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયેલ હતો ઘણા વર્ષો પછી બર્ડાઈ બ્રાહ્મણ સમાજ ના માસ્તાન ના પ્રતિનિધીશ્રીઓ એક મંચ ઉપર સંગઠિત થયા સમાજ નવી એકતા ની દિશા તરફ જતા જ્ઞાતીજનો માં ઉત્સાહ વધ્યો તેમજ એકતાના દર્શન થયા.

વડોદરાના સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી એ સન્માન સમારંભ બોહળી સંખ્યામાં જ્ઞાતીજનો ઉપસ્થિત રહી ને સન્માન કરતા ગદગદિત થઈ ને સમાજ ની સામે તેમની લાગણીઓ વ્યક્ત કરતા કહેલ કે પ્રિય બ્રાહ્મણ સમાજ ના ભાઈઓ તેમજ બહેનો આપણા સમાજના વિકાસ અને સફળતા માટે સમર્પિત પ્રયત્નો જરૂરી છે. સંકલન, સહકાર અને સ્વવિકાસની ભાવના સાથે આપણે એક મજબૂત અને ઉન્નત સમાજની રચના કરી શકીએ છીએ. શિક્ષણને પ્રાથમિકતા આપો. યુવાનોને ઉચ્ચતમ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરો અને નવતર ક્ષેત્રોમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું. સારા શિક્ષણથી જ આધુનિક સમયમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. વ્યવસાય અને રોજગારી ક્ષેત્રે મહેનત અને નૈતિકતા સાથે કાર્ય કરો. જુદા જુદા વ્યવસાય ક્ષેત્રોમાં પ્રવેશ કરો અને ઉદ્યોગ, વેપાર તથા સર્વિસ સેક્ટરમાં પ્રગતિ હાંસલ કરો. સંસ્કાર અને આધ્યાત્મિકતા ઉપર જોર આપો. સંસ્કારી વ્યક્તિને સમાજમાં સન્માન મળે છે અને સંસ્કારથી જ આપણા મૂલ્યો અને પરંપરાઓ જાળવી શકાય છે. આપસી સહકાર અને સહાયતા દ્વારા પરસ્પર વિકાસને પ્રોત્સાહિત કરો. સમુદાયમાં સભાનતા અને એકતાની ભાવના જાળવવી એ ઉત્તમ સિદ્ધિઓમાંનું એક છે. આપણા તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજને જોડીને રાખો અને યુવાનોને તેમની સ્થાપત્ય ધરોહર વિશે માહિતગાર કરો. આ રીતે, એકમતા, મહેનત, અને શિક્ષણ સાથે આપણે બ્રાહ્મણ સમાજને નવી ઊંચાઈઓએ લઈ જઈ શકીએ તેવું જણાવ્યું હતું.

શ્રી પોરબંદર તળપદ બર્ડાઈ બ્રાહ્મણ સમાજ પોરબંદર પ્રમુખ શ્રી દિનેશભાઈ થાનકી, મંત્રી ધવલભાઈ જોષી , શ્રીમતી નીરૂપમાંબેન થાનકી ની આગેવાની માં કિરણભાઈ થાનકી,અતુલભાઈ મોઢા, નીરજ જોષી, તેજસભાઇ થાનકી, મિતેષ જોષી, જય થાનકી,નીલમબેન જોષી દ્વારા આ સન્માન સમારંભ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમ નું સંચાલન હરીશભાઈ થાનકી, અને તૃપ્તિબેન જોષી એ કર્યું હતું. સમાજ ના હોદેદારો, આગેવાનો તેમજ તમામ ટ્રસ્ટીઓ દ્વારા આ સન્માન સમારંભ કાર્યક્રમ ઉપસ્થિત રહેવા બદલ તમામ સમાજના અગ્રણીશ્રીઓ જ્ઞાતીજનો હદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો.
માહિતી
ધવલ જોષી
માનદ મંત્રી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!