પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મોકર, ટુકડા અને કોટડા ગામે ગ્રામસભા યોજાઇ

પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મોકર, ટુકડા અને કોટડા ગામે ગ્રામસભા યોજાઇ

ગ્રામજનોના પ્રશ્નો-રજૂઆત સાંભળી તેનું નિરાકરણ લઈ આવવા ઉપસ્થિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ક્લેક્ટર એ સૂચના આપી
૦૦૦
ગ્રામ્ય સ્તરે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીને પહોંચે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું
પોરબંદર તા.૨૫

પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી એ વિવિધ ગામોની મુલાકાત લઈ ગ્રામજનોના પ્રશ્નો અને યોગ્ય રજૂઆત સાંભળી ગ્રામ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી યોજનાઓના લાભો દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીને મળે અને છેવાડાના લોકો આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ જીવનમાં પ્રગતિ કરે તેવા સરકારના ઉપક્રમમાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી કલેકટર શ્રી એ આ કાર્ય વ્યવસ્થામાં ભાગીદારી નોંધાવવા પણ જાગૃત નાગરિકોને અનુરોધ કરી જેઓને લાભ મળ્યો છે તે બીજા લોકોને પણ યોજનાઓના લાભ વિશે જણાવે તેમ કહ્યું હતું.
કલેક્ટર કે.ડી. લાખાણી ની ઉપસ્થિતિમાં મોકર, ટુકડા અને કોટડા ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને ગ્રામજનો દ્વારા રોડ, રસ્તા, શિક્ષણ, પાણી, સસ્તા અનાજ સહિત આરોગ્ય, વીજળી વગેરે પ્રશ્ને રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતો જિલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી, ત્યારબાદ જિલ્લા કલેકટરએ ઉપસ્થિત રહેલ જિલ્લા વહીવટી તંત્રના અલગ અલગ વિભાગોના અધિકારીઓને ગ્રામજનોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
આ તકે નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્રસિંહ રાયજાદા, પ્રાંત અધિકારી પારસ વાંદા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી – કર્મચારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!