સુદામાપુરીમાં ત્રિદિવસીય “વિવેકધૈર્યાશ્રય રસપાન” મહોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન
*વક્તા પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રીજયવલ્લભલાલજી મહોદયશ્રી ભક્તો ને કરશે મંત્રમુગ્ધ*
*સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને ભાવમય, રસમય, આનંદમય થવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું*
સુદામાપુરીમાં ત્રિદિવસીય “વિવેકધૈર્યાશ્રય રસપાન” મહોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ માં સૌ વૈષ્ણવો ને ઉમટી પડવાની અપીલ કરતા જણાવવામાં આવ્યું છે કે, સર્વે વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય શ્રીમહાપ્રભુજી પ્રવર્તિત શુધ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગના પ્રાતઃસ્મરણીય વૈષ્ણવાચાર્ય નિ.લી.૫.પૂ.પા.ગો.૧૦૮ શ્રીગોવિંદરાયજી મહારાજશ્રીના મંગલ આશીર્વાદથી એવમ્ કરૂણાનિધાન, ભકતેચ્છાપૂરક વૈષ્ણવાચાર્ય પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રીહરિરાયજી મહારાજશ્રીના આત્મજ શ્રીવલ્લભકુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.પા.ગો.૧૦૮ શ્રીજયવલ્લભલાલજી મહોદયશ્રીના શ્રીમુખે પોરબંદરની પાવન ભૂમીમાં ત્રિદિવસીય “વિવેકધૈર્યાશ્રય રસપાન” મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન થવા જઇ રહયું છે. અતઃ આપ સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને આ ત્રીદિવસીય વિવેકધૈર્યાશ્રય રસપાન મહોત્સવમાં ભાવમય, રસમય, આનંદમય થવા ભાવભર્યુ આમંત્રણ છે.
તારીખ : ૨૯-૩-૨૦૨૪, શુક્રવાર થી તારીખ: ૩૧-૩-૨૦૨૪, રવિવાર પર્યંત બપોરે ૪.૦૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી રાજા ઓઇલ મીલ, વાડીપ્લોટ, પોરબંદર ખાતે આ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના મનોરથીઓ મનુભાઈ મોદી/ સાગરભાઈ મોદી પરિવાર, ગો.વા. ખુશાલભાઈ પારેખ હ. હરસુખભાઈ જોગીયા પરિવાર, શ્રી મગનભાઇ ગોકાણી પરિવાર, નર્મદાબેન વ્રજલાલભાઈ સામાણી હ. બિપીનભાઈ સામાણી પરિવાર, જોગીયા જવેલર્સ પરિવાર છે.
કાર્યક્રમના સંયોજક-ઉદ્ઘોષક પ્રકાશભાઈ રૂપારેલ રહેશે.