પોરબંદર જિલ્લા ગામેતી ગ્રુપ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું નું સફળ આયોજન કરાયું
પીર એ તરીકત સૈયદ આરીફમીયા બાવાની દુઆથી આજ રવિવાર 23/06/24 ના રોજ ” ન્યૂ લાઈફ હોસ્પિટલ” ના સહયોગ થી ફ્રિ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ડો. તૌસિફ છુટાણી ડૉ. નશરૂમ છુટાણી, ડૉ. આલ્ફિયા છુટાણી તથા ક્રીટીકલ કેર હોસ્પીટલના ડો.હાર્દિક મહેતાએ સેવાઓ આપી હતી અને ખાસ ડૉ. ફાતેમા ઠેબા ફિઝિયોથેરાપીસ્ટ એ પોતાની સેવા આપી હતી
આજરોજ આ કેમ્પમાં ખત્રી જમાતનાં અગ્રણી અમીનભાઈ ગીરાચ, અંજુમન એ ઇસ્લામના પુર્વ પ્રમુખ હાજી ઈબ્રાહીમ સંઘાર, ઓમકાર ગ્રૂપના સભ્યો જીગ્નેશભાઈ ગઢિયા, જીતેશભાઇ વિઠલાણી, હરદાસભાઈ ભૂતિયા, રામભાઈ બોખીરીયા તથા બ્રહ્મસમાજ આગેવાન મોઢા નીલેશભાઈ, ઉમ્મીદ સોશ્યલ ગુપના સભ્યો નજીરભાઈ રાવકુડા, નદીમભાઈ રાવકુડા, રૂસ્તમ લાખા તથા સર્વે હિંદુ-મુસ્લિમ જ્ઞાતિના વડીલો વિવિધ સમયે હાજરી આપી હતી અને મદ્રેસા સ્કુલના સંચાલક તથા વોર્ડ ન.6 ના કોર્પોરેટર ફારૂકભાઈ સુર્યા એ ફોન કરી શુભેચ્છાઓ પાઠવી હતી .
– આ કેમ્પમાં લગભગ ૨૫૦ વ્યકિતઓએ લાભ લીધો હતો તથા ફોરેસ્ટ ખાતાના સહયોગથી પર્યાવરણને જાળવવા માટે દરેકને એક-એક ને વૃક્ષ તેમજ ફૂલના રોપા આપવામાં આવ્યા હતા.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન ઈબ્રાહીમ સોલંકી, જાહિદ હાલાઈપોત્રા, ઈસ્માઈલ હાલાઈપોત્રા, દિલાવર જોખીયા, સરફરાઝ હાલાઈપોત્રા, સાજીદભાઈ હાલાઈપોત્રા, વકીલ સલીમભાઈ મંધરા, ઝાહીદભાઈ નાગોરી તથા સર્વે ગામેતી ગ્રુપના સભ્યો ને ગ્રુપના પ્રમુખ ફૈઝલભાઈ હાલા એ બિરદાવ્યા હતા.
તથા દરેક ડોક્ટરને અને ટ્રસ્ટના પ્રમુખ હાજી યુસુફભાઈ ને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.