પોરબંદર માં ટ્રાફિક શાખા માં ફરજ બજાવતા એ એસ આઈ ભાવનાબેન સોલંકીની ફરજ માં રુકાવટ કરનાર બે શખ્સોની અટકાયત
માસ્ક પહેર્યાં વગર સ્કૂટર માં નીકળેલ બે શખ્સો ને અટકાવતા શખ્સો એ મહિલા સામે ગાળા ગાળી કરી ઝાપટ મારી
ભડ ગામ ના બે યુવાનોની ધરપકડ
પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર ના ભડ ગામ નો રવિ હરદાસ ભાઈ ડાકી સફેદ કલરના એક્ટીવા સ્કુટર જેના રજી નં.GJ-25-AC-3623 વાળામાં કોઇપણ જાતના માસ્ક પહેર્યા વગર નીકળતા ટ્રાફિક એ એસ આઈ ભાવનાબેન મોહન ભાઈ સોલંકી એ ફરજના ભાગરૂપે રોકાવી સ્કુટરની પાછળ બેઠેલ નિલેશ સાજણ ડાકી ને માસ્ક નહી પહેરવા બાબતે પાવતી લેવા જણાવતા બન્ને આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઈ ગાળાગાળી કરી રવિ એ ભાવના બેન ને ડાબા ગાલે થપાટ મારી સ્કુટરની પાછળ બેઠેલ નિલેશે ગેર વર્તન કરી બન્નેએ ભાવના બેન પર હુંમલો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાને મદદગારી કરી માર મારેલ હોય તેમજ જાહેરનામાના ભંગ ના ગુન્હા બાબતે બન્ને ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી
Please follow and like us:
CATEGORIES Porbandar