મોર ના ઇંડા ચીતરવા ન પડે કહેવત ને સાર્થક કરતા યોગ ગુરુની દીકરી નું જીવન પણ યોગ ને અર્પણ.
🕉️ યોગ શિક્ષક નરેશભાઈ જુંગી જેઓ 20 વર્ષ પહેલા પતંજલિ યોગ સમિતિ અને યોગ સમ્રાટ સ્વામી રામદેવજી મહારાજના મિશન માં જોડાયેલ અને ત્યારથી પોરબંદર માં સેકડો નિઃશુલ્ક શિબીરો કરાવેલ અને ઘરે ઘરે જઈને નિશુલ્ક સેવા કરેલ
હવે તેમની પુત્રી યોગિની કુ. ધારા જુંગી એ ગ્રેજ્યુએશન બરોડા એમએસ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ પેન્ટિંગ વિષયમાં કરેલ અને ત્યારબાદ કોરોના આવેલ તેમાં ઓનલાઈન નિઃશુલ્ક યોગ ક્લાસ કરાવેલ ત્યારબાદ હરિદ્વાર પતંજલિ વિશ્વવિદ્યાલયમાં યોગ માં માસ્ટર ડિગ્રી મેળવેલ અને સાથે સાથે થેરાપીઓ નો અભ્યાસ પણ કરેલ અને તેની સાથે સંગીતમાં ડિપ્લોમા પણ કરેલ અને પોરબંદરમાં યોગમાં ડિપ્લોમા કરેલ ત્યારબાદ
પોરબંદરમાં સન્યાસી આદિત્ય દેવ જી ની ભવ્ય યોગ શિબિર નું આયોજન થયેલ તેમાં પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ ની જીવન યાત્રા ઉપર સંઘર્ષ સાથે કાર્ય કરેલ તે ઉપર એક ગીત બનાવેલ શબ્દ “તું ચલતા ચલ હર પલ” તે ગીત ઉપર યોગ ડેમો આપી સ્વામી આદિત્ય દેવ જી અને સ્વામી સનાતન દેવ જી તેમજ ઉપસ્થિત લોકો ને મંત્રમુગ્ધ કરી લોકોની શુભેચ્છા પ્રાપ્ત કરેલ યોગ સાથે આર્ટ ની કળા પ્રદર્શિત કરી સન્યાસી આદિત્ય દેવજી અને સનાતન દેવજી બંનેના સ્કેચ કરી તેઓને અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ હાલમાં તેઓ થેરાપીસ તરીકે કાર્ય કરી રહેલ છે.અનેક લોકો એ પિતા પુત્રીની યોગ યાત્રા ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરેલ.