પોરબંદર રાજીવ નગર ખાતે પોરબંદર જિલ્લા કલેકટરની રૂબરૂ સ્થળ મુલાકાત

આજરોજ પોરબંદર રાજીવ નગર ખાતે પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીની આગેવાની માં એક ખાસ અગત્યની સ્થળ મુલાકાત રાખવામાં આવેલ હતી. આ વિઝીટ કલેકટર ની આગેવાનીમાં તેમજ સાથે સાથે પ્રાંત કચેરીના ડેપ્યુટી કલેકટર જાદવ સાહેબ તેમજ ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સાહેબ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ હાઇવે ઓથોરિટી અને આરએનબી ના અધિકારીઓ ને સાથે રાખીને આજરોજ ખાસ અગત્યની મુલાકાત જિલ્લા કલેકટર કેડી લાખાણી સાહેબે લીધેલ હતી.
સૌપ્રથમ કલેકટર સાહેબ દ્વારા સ્થળ તપાસમાં રાજીવ નગરના પ્રવેશદ્વાર પાસે છે જે પાણીના નિકાલ નો ગંભીર પ્રશ્ન છે તેની ઝીણવટ પૂર્વક નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા અને તેના ઉકેલ અંગે વિમર્શ કરવામાં આવ્યો અને સ્થળ ઉપર જ જિલ્લા કલેકટર દ્વારા જે કંઈ જાત તપાસ થયેલ હતી તે સંદર્ભે કામગીરી અંગે સૂચનાઓ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આપવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રશ્ન ફરીથી ઉપસ્થિત ન થાય તે માટે શું શું કરી શકાય તેની ચિંતા કલેક્ટર સાહેબ દ્વારા વિસદ રીતે ચર્ચા કરવામાં આવી છે,અને તેમના જાત નિરીક્ષણમાં જ આ આખી કામગીરી થઈ જવા રહી છે ત્યારબાદ જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસર પ્રાંતના ડેપ્યુટી કલેક્ટર સંદિપ જાદવ , ચીફ ઓફિસર પોરબંદર તેમજ અન્ય અધિકારીઓ સાથે રાજીવ નગરની મુલાકાત લેવામાં આવી જિલ્લા કલેકટર ખુદ પગપાળા ચાલીને રાજીવ નગરની પ્રત્યેક ગલીમાં પ્રત્યેક રસ્તા ઉપર નીકળ્યા હતા અને લોકોના ગંભીર પ્રશ્નો અને સાંભળ્યા અને સ્થળ ઉપર જ શું શું થઈ શકે અને હાલમાં લોકોને તાત્કાલિક અસરથી કઈ રીતે આ ગંભીર પરિસ્થિતિમાંથી સરળતાપૂર્વક બહાર લાવી શકાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે જાત નિરીક્ષણમાં જિલ્લા કલેક્ટર દ્વારા એ પણ ધ્યાને લેવામાં આવ્યું છે કે આ વિસ્તાર ને ભવિષ્યમાં આ પ્રકારના જળ સંકટની મુશ્કેલીમાંથી કઈ રીતે નિવારી શકાય અને તે માટે શું શું થઈ શકે તેની ગંભીરતાપૂર્વક નિરીક્ષણ સાથે અને જે તે વિભાગના અધિકારીઓને આ અંગે તાત્કાલિક જે કંઈ પણ કામગીરી હાથ ઉપર કરી શકાય તે માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ તબક્કે પોરબંદરના રાજીવનગરના તમામ વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટરના અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો અને આ સ્થળ તપાસની મુલાકાતમાં રાજીવનગર વિસ્તારની દેખરેખ રાખતા અરભમભાઇ કારાવદરા તેમજ નગરપાલિકાના સદસ્ય શૈલેશભાઈ જોશી તેમજ પોરબંદર જિલ્લા ભાજપના અગ્રણી કેતનભાઇ દાણી તેમજ નિલેશભાઈ બાપોદરા તથા અન્ય આગેવાનો સાથે આ આખી વિઝીટ લેવામાં આવી હતી.
