પોરબંદરમાં “કારગીલ વિજય દિવસ” નિમિતે સૈનિકોને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.26-07-2024 શનિવારના રોજ અટેક માજી સૈનિક સંગઠન,પોરબંદર સાથે “કારગીલ વિજય દિવસ” નિમિતે શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન તેમજ સંસ્થાના પરિચય સાથે કરવામાં આવી હતી.
માજી સૈનિક તરુણ ભાઈ ગોહેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કારગીલ યુધ્ધ વખતે ભારતીય સેનાના ના 527 જેટલા વીર જવાનોએ બલિદાન આપેલ હતું.1363થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા,આ વિજય દિવસ તો છે પણ સાથે વીર જવાનોએ આપેલ બલિદાનને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો પણ છે.વિશેષ માં તેમને કારગીલ યુદ્ધ કઈ રીતે અને ક્યારે થયું કેટલા દિવસ યુધ્ધ ચાલ્યું,તમામ માહિતી આપી હતી.
લાયન્સ કલબ પોરબંદર ના સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સૈનિક અને શિક્ષક બંને હર હંમેશ સેવા માટે તત્પર હોય છે,તેમજ મોબાઈલ યુગ નહોતો ત્યારે નેવલ એકસસાઈઝ કઈ રીતે થતી તેની માહિતી આપી હતી.
રીજીયન ચેરમેન લાયન નિધિ શાહ મોઢવાડીયાએ હાજર રહેલ તમામ માજી સૈનિકો તથા અન્ય શહેરીજનો દેશને જીવનના છેલ્લા શ્વાસ સુધી ઉપયોગી બની રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
લાયન્સ કલબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમારના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમમાં લાયન સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી,રીજીયન ચેરમેન લાયન નિધિ શાહ મોઢવાડીયા, વાઈસ પ્રેસિડેન્ટ લાયન કિસન મલકાણ,કેબિનેટ મેમ્બર લાયન પ્રફુલ્લ મોઢા, એટેક માજી સૈનિક સંગઠન પ્રમુખ લાખણસીભાઈ ઓડેદરા, હરદેવ સિંહ વાળા તેમજ 35થી વધુ માજી સૈનિકો સાથે અન્ય શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
કારગિલ વિજય દિવસના દિવસે કારગિલ ખાતે ભારતે દુશ્મનોને ધૂળ ચટાડીને વિજય મેળવ્યો હતો. આ દરમિયાન ભારતના અનેક જવાનો શહિદ થયા હતા. જેનું બલિદાન ભારતવાસીઓ ક્યારેય ભૂલશે નહીં.કારગિલ વિજય દિવસ સૈનિકોના બલિદાન અને તેમની વિરતાનો ઉત્સવ છે. જેને લઇ રાષ્ટ્રના તમામ લોકો ગૌરવ અનુભવે છે. લાયન્સ કલબ પોરબંદર દેશના રક્ષકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી રાષ્ટ્ર પ્રત્યે સામાજીક ફરજ બજાવતા ગૌરવ અનુભવે છે.
