પોરબંદર જિલ્લામાં રાણાવાવ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

રજૂ થયેલ ફરિયાદ અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને કલેક્ટર  એ સૂચના આપી

પોરબંદર, તા. ૨૭ :

પોરબંદર જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં રાણાવાવ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલ ફરિયાદ અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને કલેક્ટર શ એ સૂચના આપી હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવમાં આવેલ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવ મામલતદાર કચેરીમાં આયોજિત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ ફરિયાદો રજૂ થઈ હતી. તાલુકા કક્ષાના મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલ આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર  એસ.ડી. ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ની હાજરીમાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ ફરિયાદો અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટર એ સૂચના આપી હતી. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક  રેખાબા સરવૈયા સહિત હાજર રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!