પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જુદી જુદી -૧૦ જગ્યાએ ગાર્બેજ વલનેરબલ પોઇન્ટના કામનો શુભારંભ કરાયો

પોરબંદર, તા. ૨૭

પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જુદી જુદી -૧૦ જગ્યાએ ગાર્બેજ વલનેરબલ પોઇન્ટના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. અને આ કામ માટે ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં અલગ અલગ જગ્યાએ થનાર આ કામ રૂ. ૧૭ લાખના ખર્ચે થશે. કડીયા પ્લોટ વિસ્તારમાં ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના હસ્તે આ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, વોર્ડ નંબર ૪ ના સદસ્ય ઈલાબેન શીંગરખીયા, જયોત્સનાબા રાણા, પ્રશાંતભાઈ સીસોદીયા, ઈન્દ્રજીતસિહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!